T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ થયું જાહેર , ભારત-પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ રમાશે મેચ

By: Krunal Bhavsar
25 Nov, 2025

ટીટ્વેન્ટી વર્લ્ડ કપનું ટાઈમ ટેબલ : T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થશે. ટુર્નામેન્ટની પહેલી મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાશે. બંને સેમિફાઇનલ માટેના સ્થળો પણ નક્કી કરવામાં આવ્યા છે. પહેલી સેમિફાઇનલ કોલકાતામાં અને બીજી કોલંબોમાં રમાશે. ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે T20 વર્લ્ડ કપનું આયોજન કરશે. ફાઇનલ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે છે, તો ટાઇટલ મેચ કોલંબોમાં રમાશે.

T20 World Cup 2026 Schedule:  નિવૃત્ત ખેલાડીઓની હાજરીમાં શેડ્યૂલ જાહેર

નિવૃત્ત ખેલાડીઓની હાજરીમાં ICC T20 વર્લ્ડ કપ 2026 નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ICC પ્રમુખ જય શાહ, ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા, જેમણે 2024 માં ભારતને T20 વર્લ્ડ કપમાં લઈ જવામાં સફળતા મેળવી હતી, વર્તમાન ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના પ્રમુખ મિથુન મનહાસ, સચિવ દેવજીત સૈકિયા અને ઉપપ્રમુખ રાજીવ શુક્લા હાજર રહ્યા હતા.

ભારત-પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ રમાશે રોમાંચક મેચ

T20 વર્લ્ડ કપ 2024ની જેમ, આગામી વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લેશે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ની રોમાંચક મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે. ગત વખતની જેમ, આઠ ટીમો સુપર 8 સ્ટેજમાંથી સેમિફાઇનલ અને પછી ફાઇનલમાં જશે.

ભારત સાથે ગ્રુપમાં બીજી કઈ ટીમ છે?

ભારત, પાકિસ્તાન, યુએસએ, નેધરલેન્ડ અને નામીબિયા એક જ ગ્રુપમાં ડ્રો થયા છે. ભારત તેની પ્રથમ મેચ ની શરૂઆત 7 ફેબ્રુઆરીએ મુંબઈમાં યુએસએ સામે રમી ને કરશે . જણાવી દઈએ કે, “રોહિત શર્મા” ભારત અને શ્રીલંકામાં આગામી T20 વર્લ્ડ કપ માટે ટુર્નામેન્ટ ના એમ્બેસેડર છે.

 

પહેલીવાર ઇટાલી ભાગ લેશે                                                                                                                                                                                                                                                                                                                               ગયા વખતની જેમ (Italy Cricket Team) T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. આ ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે, જેમાં દરેક ગ્રુપમાં પાંચ ટીમો છે. ગ્રુપ સ્ટેજ પછી સુપર એઇટ સ્ટેજ થશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો આ સ્ટેજ માટે ક્વોલિફાય થશે. સુપર એઇટ સ્ટેજમાં, આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે, જેમાં દરેક ગ્રુપમાં ચાર ટીમો હશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં જશે, ત્યારબાદ ફાઇનલમાં પહોંચશે. આ વૈશ્વિક ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમોમાં ભારત, નામિબિયા, નેધરલેન્ડ, પાકિસ્તાન, યુનાઇટેડ સ્ટેટ્સ, બાંગ્લાદેશ, ઇટાલી, ઇંગ્લેન્ડ, નેપાળ, વેસ્ટ ઇન્ડીઝ, ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, ઓમાન, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, અફઘાનિસ્તાન, કેનેડા, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાત (UAE)નો સમાવેશ થાય છે.

 

T20 વર્લ્ડ કપ 2026નું સંપૂર્ણ શેડ્યૂલ

 

Date Time Team 1 Team 2 Venue
07 Feb 2026 11:00 PAK NED SSC, Colombo
07 Feb 2026 15:00 WI BAN Kolkata
07 Feb 2026 19:00 IND USA Mumbai
08 Feb 2026 11:00 NZ AFG Chennai
08 Feb 2026 15:00 ENG NEP Mumbai
08 Feb 2026 19:00 SL IRE
Premadasa, Colombo
09 Feb 2026 11:00 BAN ITA Kolkata
09 Feb 2026 15:00 ZIM OMA SSC, Colombo
09 Feb 2026 19:00 SA CAN Ahmedabad
10 Feb 2026 11:00 NED NAM Delhi
10 Feb 2026 15:00 NZ UAE Chennai
10 Feb 2026 19:00 PAK USA SSC, Colombo
11 Feb 2026 11:00 SA AFG Ahmedabad
11 Feb 2026 15:00 AUS IRE
Premadasa, Colombo
11 Feb 2026 19:00 ENG WI Mumbai
12 Feb 2026 11:00 SL OMA Kandy
12 Feb 2026 15:00 NEP ITA Mumbai
12 Feb 2026 19:00 IND NAM Delhi
13 Feb 2026 11:00 AUS ZIM
Premadasa, Colombo
13 Feb 2026 15:00 CAN UAE Delhi
13 Feb 2026 19:00 USA NED Chennai
14 Feb 2026 11:00 IRE OMA SSC, Colombo
14 Feb 2026 15:00 ENG BAN Kolkata
14 Feb 2026 19:00 NZ SA Ahmedabad
15 Feb 2026 11:00 WI NEP Mumbai
15 Feb 2026 15:00 USA NAM Chennai
15 Feb 2026 19:00 IND PAK
Premadasa, Colombo
16 Feb 2026 11:00 AFG UAE Delhi
16 Feb 2026 15:00 ENG ITA Kolkata
16 Feb 2026 19:00 AUS SL Kandy
17 Feb 2026 11:00 NZ CAN Chennai
17 Feb 2026 15:00 IRE ZIM Kandy
17 Feb 2026 19:00 BAN NEP Mumbai
18 Feb 2026 11:00 SA UAE Delhi
18 Feb 2026 15:00 PAK NAM SSC, Colombo
18 Feb 2026 19:00 IND NED Ahmedabad
19 Feb 2026 11:00 WI ITA Kolkata
19 Feb 2026 15:00 SL ZIM
Premadasa, Colombo
19 Feb 2026 19:00 AFG CAN Chennai
20 Feb 2026 11:00
20 Feb 2026 15:00
20 Feb 2026 19:00 AUS OMA Kandy
21 Feb 2026 11:00
21 Feb 2026 15:00
21 Feb 2026 19:00 Y2 Y3
Premadasa, Colombo
22 Feb 2026 11:00
22 Feb 2026 15:00 Y1 Y4 Kandy
22 Feb 2026 19:00 X1 X4 Ahmedabad
23 Feb 2026 11:00
23 Feb 2026 15:00
23 Feb 2026 19:00 X2 X3 Mumbai
24 Feb 2026 11:00
24 Feb 2026 15:00
24 Feb 2026 19:00 Y1 Y3 Kandy
25 Feb 2026 11:00
25 Feb 2026 15:00
25 Feb 2026 19:00 Y2 Y4
Premadasa, Colombo
26 Feb 2026 11:00
26 Feb 2026 15:00 X3 X4 Ahmedabad
26 Feb 2026 19:00 X1 X2 Chennai
27 Feb 2026 11:00
27 Feb 2026 15:00
27 Feb 2026 19:00 Y1 Y2
Premadasa, Colombo
28 Feb 2026 11:00
28 Feb 2026 15:00
28 Feb 2026 19:00 Y3 Y4 Kandy
01 Mar 2026 11:00
01 Mar 2026 15:00 X2 X4 Delhi
01 Mar 2026 19:00 X1 X3 Kolkata
02 Mar 2026 15:00
02 Mar 2026 19:00
03 Mar 2026 15:00
03 Mar 2026 19:00
04 Mar 2026 19:00 SF1 KO Kolkata
04 Mar 2026 19:00 SF1 KO
Premadasa, Colombo
05 Mar 2026 15:00
05 Mar 2026 19:00 SF2 KO Mumbai
06 Mar 2026 15:00
06 Mar 2026 19:00
07 Mar 2026 15:00
07 Mar 2026 19:00
08 Mar 2026 19:00 FINAL KO
Premadasa, Colombo
08 Mar 2026 19:00 FINAL KO Ahmedabad

 

 


Related Posts

Load more