South Africa vs New Zealand T20 World Cup 2026: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની પહેલી સેમિ ફાઈનલમાં આજે(4 માર્ચ) ન્યૂઝીલેન્ડની જીત થઈ છે અને દક્ષિણ આફ્રિકા હાર્યું છે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. આ મેચની વિજેતા ટીમ ન્યૂઝીલેન્ડ 8 માર્ચે અમદાવાદમાં યોજાનારી ફાઇનલ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે.

ન્યૂઝીલેન્ડની 9 વિકેટથી જીત, દક્ષિણ આફ્રિકા હાર્યું
T20 વર્લ્ડ કપ 2026ની પહેલી સેમિ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. એક સમયે દક્ષિણ આફ્રિકાએ માત્ર 77 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ બાદમાં માર્કો યાનસેને 30 બોલમાં અણનમ 55 રનોની ઈનિંગ રમીને ટીમની વાપસી કરાવી. ટ્રસ્ટન સ્ટબ્સે મહત્ત્વપૂર્ણ 29 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડ ટીમ માટે મૈટ હેનરી, કોલ મૈક્કોન્ચી અને રચિન રવીન્દ્રએ 2-2 વિકેટ ઝડપી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડે ખતરનાક શરૂઆત કરી હતી. ફિન એલન ની તોફાની બેટિંગ સાથે સાડી ફટકારતા 12.5 ઓવરમાં 1 વિકેટના નુકસાને 173 રન બનાવીને 9 વિકેટથી જીત હાંસલ કરી લીધી

આફ્રિકાનો સંઘર્ષ અને જેનસેનની વિસ્ફોટક બેટિંગ
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત નબળી રહી હતી. જોકે, ઓલરાઉન્ડર માર્કો જેનસેને (Marco Jansen) માત્ર 30 બોલમાં અણનમ 55 રનની તોફાની ઈનિંગ રમીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. ડેવાલ્ડ બ્રુઈસ (Dewald Brevis) ના 34 અને ટ્રિસ્ટન સ્ટબ્સના 29 રનની મદદથી આફ્રિકાએ 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવ્યા હતા અને ન્યુઝીલેન્ડને 170 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી મેટ હેનરી (Matt Henry), રચિન રવિન્દ્ર અને કોલ મેકકોન્ચીએ 2-2 વિકેટ ઝડપી આફ્રિકી બેટર્સ પર અંકુશ રાખ્યો હતો.
170 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમે આત્મવિશ્વાસ સાથે બેટિંગ કરી હતી. ગત મેચમાં મળેલી હારનો બદલો લેવા માટે કિવી બેટર્સ મક્કમ દેખાતા હતા. શાનદાર ભાગીદારીઓના સહારે ન્યુઝીલેન્ડે આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. એડન માર્કરામની (Aiden Markram) આગેવાની હેઠળની આફ્રિકી ટીમ જે સમગ્ર ટુર્નામેન્ટમાં અજેય રહી હતી, તે અંતે સેમિફાઈનલના દબાણ સામે ઝૂકી ગઈ હતી. હવે ન્યુઝીલેન્ડની ટીમ 8 માર્ચના રોજ રમાનારી ફાઈનલમાં ટાઈટલ જીતવા માટે મેદાનમાં ઉતરશે.