India vs South Africa 3rd T20 2025: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે(14 ડિસેમ્બર) પાંચ મેચોની T20 સીરિઝની ત્રીજી મેચ ધર્મશાળામાં રમાઈ હતી, જેમાં ભારતે 7 વિકેટથી શાનદાર જીત હાંસલ કરી છે. આ જીત સાથે ભારતે સીરિઝમાં 2-1થી લીડ મેળવી લીધી છે.

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ત્રીજી T20માં ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 117 રન પર ઓલઆઉટ થઈ હતી. જેના જવાબમાં ભારતે 15.5 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 120 રન બનાવીને ભવ્ય જીત મેળવી છે.
ભારતે આ મેચ માટે પ્લેઈંગ-11માં 2 ફેરફાર કર્યા હતા. જેમાં અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહ રમ્યા ન હતા. કેપ્ટન સૂર્યકુમારે ટોસ દરમિયાન જણાવ્યું કે, અક્ષર પટેલની તબિયત બરાબર નથી એટલા માટે તેઓ મેચ નહીં રમે, જ્યારે બુમરાહને અંગત કારણોથી ઘરે જવું પડ્યું છે. અક્ષર અને બુમરાહની જગ્યાએ આ મેચમાં કુલદીપ યાદવ અને હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરાયા હતા.
ભારતે T20 સિરીઝના ત્રીજા મુકાબલામાં સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું.ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ત્રીજી T20માં ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. ટીમે 118 રનનો ટાર્ગેટ 15.5 ઓવરમાં 3 વિકેટે ચેઝ કરી લીધો.શિવમ દુબેએ સતત બે બોલ પર છગ્ગો અને ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી. શિવમ દુબે 10 રન બનાવીને અણનમ રહ્યો, જ્યારે તિલક વર્માએ પણ અણનમ 26 રન બનાવ્યા. ટૉપ ઓર્ડરમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે 12, અભિષેક શર્માએ 35 અને શુભમન ગિલે 28 રન બનાવ્યા.

અગાઉ, ધર્મશાલા સ્ટેડિયમમાં રવિવારે સાંજે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ત્રીજી T20માં ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો , ભારતીય ટીમે ટૉસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકી ટીમ 117 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ટીમે માત્ર 7 રન પર જ 3 વિકેટ ગુમાવી દીધી હતી, જેમાં ક્વિન્ટન ડી કોક (1), રીઝા હેન્ડ્રિક્સ (0) અને ડેવાલ્ડ બ્રેવિસ (2) રન બનાવીને આઉટ થયા. તેવામાં એડન માર્કરમે (61 રન) એક છેડેથી ઇનિંગ્સ સંભાળી, જ્યારે બીજા છેડેથી વિકેટો પડતી રહી. માર્કરમે 61 રનની સંઘર્ષપૂર્ણ ઇનિંગ્સ રમી, તેના સિવાય ડોનોવન ફરેરાએ 20 રનનું યોગદાન આપ્યું. ભારત તરફથી અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી, જ્યારે હાર્દિક પંડ્યા અને શિવમ દુબેને 1-1 વિકેટ મળી.
જવાબી ઇનિંગ્સમાં ભારતીય ઓપનર્સે વિસ્ફોટક શરૂઆત અપાવી. અભિષેક-ગિલની જોડીએ 31 બોલમાં 68 રનની ભાગીદારી કરી. અભિષેક શર્મા (18 બોલમાં 35 રન)ના આઉટ થયા બાદ તિલક વર્માએ ટીમને જીત સુધી પહોંચાડી.