BCCI એ જાહેર કરી ભારતીય ક્રિકેટ ટીમ : દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચોની વનડે સીરિઝ માટે BCCIએ ભારતીય સ્કવોડની જાહેરાત કરી છે. કોલકાતા ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા શુભમન ગિલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ગિલને બદલે કે એલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કેએલ રાહુલને ટીમની કમાન સોંપવામાં આવી છે. જેમાં ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાની વનડે ટીમમાં વાપસી થઈ છે, જ્યારે યશસ્વી જયસ્વાલ અને રુતુરાજ ગાયકવાડને તક આપવામાં આવી છે. જોકે, દમદાર પ્રદર્શન કરવા છતાં કેટલાક ખેલાડીઓ વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યા છે અને તેમનું સિલેક્શન થયું નથી. ચાલો તમને આવા ખેલાડીઓ વિશે જણાવીએ.

નોંધનીય છે કે હાલ સાઉથ આફ્રિકા સાથે ભારતની ટેસ્ટ સીરિઝ ચાલી રહી છે. કોલકાતા ટેસ્ટ દરમિયાન ભારતીય કેપ્ટન શુભમન ગિલ ઈજાગ્રસ્ત થયો હતો. ગરદનમાં ઈજાના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જોકે ઇજા માંથી રિકવરી થયા બાદ હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી , પણ હજુ સુધી તે સંપૂર્ણ થયો ન હોવાથી વનડે સીરિઝમાં પણ રમી શકશે નહીં.

અગાઉ ઓકટોબર મહિનામાં જયારે ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી ત્યારે શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત થયો હતો. તે પણ હજુ સુધી સંપૂર્ણ ફિટ થઈ શક્યો નથી. તેની પહેલા એશિયા કપમાં ભારતીય ખેલાડી હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો.
જમોડી સ્પિનર મીસ્ટ્રી બોલર વરુણ ચક્રવર્તી ને દક્ષિણ આફ્રિકા સામેની વન ડે સિરીઝ માંથી પડતો મુકાયો છે. ચાર વનડેમાં 10 વિકેટ લેનાર વરુણ ચક્રવર્તીને પણ 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. વરુણે તાજેતરના સમયમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેની સ્પિન બોલિંગ બેટ્સમેન અઘરી સાબિત થઈ છે. ભારતની પરિસ્થિતિઓમાં વરુણ સાઉથ આફ્રિકાના બેટ્સમેન માટે કાળ સમાન સાબિત થઈ શકત . ડાબોડી બેટર તેમજ બોલર એવા અક્ષર પટેલ જેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ માં સમય આવે “ઉત્કૃષ્ઠ” પ્રદર્શન કરવા છતાં તેને ટીમ માંથી બાકાત રાખવામાં આવ્યો છે.
મોહમ્મદ શમીની ફરી એકવાર સિલેક્ટર્સ દ્વારા અવગણના કરવામાં આવી છે, તેની ટીમ માં બાદબાકી કરવામાં આવી છે . શમીએ તાજેતરમાં રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમ છતાં પણ શમી સિલેક્ટર્સનો વિશ્વાસ પાછો મેળવવામાં નિષ્ફળ રહ્યો છે.શમીએ છેલ્લે 9 માર્ચે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ODI રમી હતી.
