IND vs PAK Final Asia Cup 2025: એશિયા કપમાં 41 વર્ષ બાદ એવો સંયોગ બન્યો છે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મુકાબલો રમાઈ રહ્યો છે. ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં પોતાની તમામ મેચ જીતીને ફાઈનલમાં પહોંચી છે. ત્યારે પાકિસ્તાનની ટીમ બે મેચ હારી છે, બંને વખત પાકિસ્તાનને ટીમ ઈન્ડિયાએ હરાવ્યું છે. ટી20 ટૂર્નામેન્ટમાં બીજી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાશે. આ અગાઉ 2007 ટી20 વર્લ્ડ કપની ફાઈનલ ભારત-પાકિસ્તાન વચ્ચે થઈ હતી, જેને ટીમ ઈન્ડિયાએ જીતી હતી. હવે 18 વર્ષ બાદ ફરી એકવાર ફાઈનલ મુકાબલામાં ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને છે..

2017 ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ હતી, પરંતુ તે વનડે ફોર્મેટ હતી. ત્યારે ફાઈનલ મેચમાં પાકિસ્તાનને ટીમ ઈન્ડિયાએ હરાવ્યું હતું. ત્યારે આ વખતે પાકિસ્તાનની સરખામણીમાં ભારતીય ટીમ વધુ મજબૂત છે. ટી20માં ટીમ ઈન્ડિયા પાસે અનેક પાવર હિટર છે, ત્યારે પાકિસ્તાનના બેટર ધીમું રમવામાં માહેર છે. તેવામાં 2025 એશિયા કપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયા ફેવરેટ છે.
ભારતે જીત્યો ટોસ
પાકિસ્તાન સામેની મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી છે.
હાર્દિક પંડ્યા ફાઇનલમાંથી બહાર
હાર્દિક પંડ્યા દુબઈના મેદાન પર ટીમ ઇન્ડિયા સાથે પ્રેક્ટિસ કરતો જોવા નથી મળ્યો. રિંકુ સિંહ ટીમ સાથે કેચિંગ પ્રેક્ટિસ કરી રહ્યો છે. સૂત્રો સૂચવે છે કે હાર્દિકને ફાઇનલમાંથી બહાર કરવામાં આવ્યો છે. રિંકુને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે.
ભારતની પ્લેઈંગ ઈલેવન: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રિંકૂ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને જસપ્રિત બુમરાહ.
પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ ઈલેવન: સાહિબજાદા ફરહાન, ફખર ઝમાન, સૈમ અયુબ, સલમાન આગા (કેપ્ટન), મોહમ્મદ હારિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, અબરાર અહમદ, હારિસ રઉફ અને શાહીન શાહ આફરીદી.