IND vs BAN: એશિયા કપમાં આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો, બાંગ્લાદેશ નું ઘમંડી રૂપી નિવેદન

By: Krunal Bhavsar
23 Sep, 2025

India vs Bangladesh: એશિયા કપ 2025માં સુપર ફોર તબક્કામાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યા બાદ હવે આવતી કાલે એટલે કે 24 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો જામશે. સુપર 4 મેચ પહેલા ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું હતું. ટીમ પાસે હાલમાં બે પોઈન્ટ અને સારો નેટ રન રેટ છે. ભારત હવે બાંગ્લાદેશનો સામનો કરશે. ભારતીય ટીમનું લક્ષ્ય હવે આ મેચ જીતીને ફાઇનલમાં સ્થાન મેળવવાનું છે. પરંતુ એ પહેલા તમને જણાવીએ કે, આ મેચ ક્યા રમાશે અને તમે ક્યારે મોબાઈલમાં નીહાળી શકશો.

દુબઈમાં રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે ભારત – બાંગ્લાદેશ મેચ 

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયા કપ સુપર 4 મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. દરેક મેચની જેમ આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. ટોસ અડધો કલાક પહેલા એટલે કે, સાંજે 7:30 વાગ્યે થશે. જ્યારે બાંગ્લાદેશ પ્રથમ મેચમાં શ્રીલંકા સામે જીત મેળવી રહ્યું છે, ત્યારે ભારતીય ટીમ પહેલાથી જ પાકિસ્તાનને હરાવી ચૂક્યુ છે. એટલે તેનો અર્થ એ છે કે, આ મેચ જીતનારી ટીમ ફાઇનલમાં સ્થાન નિશ્ચિત નહીં હોય, પરંતુ તે ચોક્કસપણે ખૂબ નજીક હશે. તેથી, બંને ટીમો જીતની સંપૂર્ણ કોશિશ કરશે.

પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશનું ઘમંડી નિવેદન

Asia Cup 2025 : એશિયા કપના સુપર-ફોરના મુકાબલામાં બુધવારે (24 સપ્ટેમ્બર) ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટક્કર થશે. આ મેચ પહેલા, બાંગ્લાદેશના મુખ્ય કોચ ફિલ સિમન્સે ભારતીય ટીમ અંગે વાત કરતાં કહ્યું કે, ‘ભારતીય ટીમ અજેય નથી, તેમને કોઇપણ ટીમ હરાવી શકે છે. સુપર ફોર મેચમાં જ્યારે અમારા ટાઈગર્સ (ખેલાડીઓ) વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન (ટીમ ઇન્ડિયા)નો સામનો કરશે ત્યારે સૂર્યકુમાર યાદવની છેલ્લી ચાર મેચની સિદ્ધિઓ મહત્ત્વની રહેશે નહીં.’

શ્રીલંકાને હરાવતા આત્મવિશ્વાસ વધ્યો

ભારત સામેની મેચ વિશે પૂછવામાં આવતા 62 વર્ષીય સિમન્સે કહ્યું કે, ‘દરેક ટીમમાં ભારતને હરાવવાની ક્ષમતા છે.’ નોંધનીય છે કે, ભારત સાથેની મેચ પહેલાં બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવ્યું છે. આ ઉપરાંત T20 તેમનું પ્રાથમિક ફોર્મેટ માનવામાં આવતું નથી, છતાં ભારત સામેની મેચ પહેલાં પોઇન્ટ ટેબલમાં બાંગ્લાદેશની સ્થિતિ સારી હોવાના કારણે બાંગ્લાદેશના કોચનો આત્મવિશ્વાસ વધ્યો છે.

અમે જ મેચ જીતીશુંઃ સિમન્સ

સિમન્સે બાંગ્લાદેશની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, ‘ભારતે પહેલા શું કર્યું તેનાથી કોઈ ફરક પડતો નથી. અમારી સામેની મેચમાં શું થાય છે, તે સાડા ત્રણ કલાક દરમિયાન શું થાય છે તે મહત્ત્વનું છે. અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશું અને ભારતની નબળાઈઓ શોધીશું. અમે આ રીતે જ મેચ જીતીએ છીએ.’

ભારતીય ક્રિકેટ ટીમ: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ.

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ: લિટન દાસ (કેપ્ટન), પરવેઝ હુસૈન ઈમોન, સૈફ હસન, તૌહીદ હૃદોય, ઝાકર અલી, શમીમ હુસૈન, નુરુલ હસન, મહેદી હસન, રિશાદ હુસૈન, નસુમ અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, તન્ઝીમ હસન સાકિબ, તસ્કીન અહેમદ, શોરીફુલ ઈસ્લામ, મોહમ્મદ તન્ઝીમ ઈસ્લામ, તસ્કીન અહેમદ.


Related Posts

Load more