15 ગામમાં મહિલાઓ માટે સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ,

By: nationgujarat
23 Dec, 2025

Jalore ban on smartphones for women: રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં એક સામાજિક પંચાયતના નિર્ણયના કારણે વિવાદ છંછેડાઈ ગયો છે. ઝાલોરના ચૌધરી સમાજની પંચાયતે એક મોટો નિર્ણય લેતા 15 ગામોમાં તમામ યુવતીઓ માટે સ્માર્ટફોન (કેમેરાવાળા ફોન) વાપરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ આદેશ મુજબ, કોઈ પણ મહિલા 26 જાન્યુઆરી પછી ફક્ત બેઝિક મોબાઈલ ફોનનો જ ઉપયોગ કરી શકશે.

અહીંના ગાઝીપુર ગામમાં રવિવારે સુજનરામ ચૌધરીના અધ્યક્ષસ્થાને સમાજની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે નક્કી કરાયું કે આગામી 26મી જાન્યુઆરીથી સમાજની દીકરીઓ અને પુત્રવધૂઓ સ્માર્ટફોનનો ઉપયોગ નહીં કરી શકે. આ નિયમ ઝાલોરના ગાઝીપુરા, પાવલી, કાલડા, મનોજિયાવાસ સહિત કુલ 15 ગામને લાગુ પડશે. મહિલાઓ લગ્ન પ્રસંગો, સામાજિક કાર્યક્રમો કે પડોશીના ઘરે જતી વખતે પણ સાથે મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં. જો કોઈ મહિલાને વાત કરવી હોય તો તેને માત્ર બેઝિક કિ પેડ મોબાઈલ ફોન રાખવાની જ મંજૂરી મળશે. જો કે, અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ ઘરમાં અભ્યાસ માટે સ્માર્ટફોન વાપરી શકશે, પરંતુ ઘરની બહાર લઈ જઈ શકશે નહીં.


Related Posts

Load more