અઘોરી મ્યુઝિકના ‘વાગે વાગે’ અને ‘ઠાકર કરે એ ઠીક’ ગીતો પર ઝૂમ્યા ખેલૈયાઓ, અમદાવાદ સ્વગ્રામ ગરબામાં છઠ્ઠા નોરતે ખેલૈયાઓએ બોલાવી રમઝટ

By: Nation Gujarat Team
17 Oct, 2026

અમદાવાદ: નવરાત્રિ અને ગરબાની પરંપરાને જીવંત રાખતા અમદાવાદમાં ગરબાપ્રેમીઓ માટે એક ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.  ગત રાત્રે અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલા સ્વગ્રામ ગરબા, સંકલ્પ નગરી ખાતે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અઘોરી મ્યુઝિક ની ટીમે શક્તિની આરાધના સાથેના  હાઈ-એનર્જી ધરાવતા ગીત ગાઇ ખેલૈયાઓને ગરબામાં મોજ કરાવી હતી. આ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓએ અઘોરી મ્યુઝિકનાં જાણીતા ગીતોના તાલે મન મૂકીને ગરબા રમ્યા હતા. રંગબેરંગી રોશની, સંગીતના સૂર, પરંપરાગત ગરબાની રમઝટ અને ખેલૈયાઓના ઉત્સાહથી સમગ્ર માહોલ ગરબામય બન્યો હતો.

પીળા રંગના ડ્રેસ કોડમાં સજ્જ થયા ખેલૈયાઓ

આ ગરબા મહોત્સવની ખાસિયત ખેલૈયાઓ માટે રાખવામાં આવેલો પીળા રંગનો ડ્રેસ કોડ હતો. પીળા રંગના પરંપરાગત અને આકર્ષક પોશાકમાં સજ્જ થઈને ખેલૈયાઓ ગરબાના મેદાનમાં ઉતર્યા હતા. એકસરખા રંગના પોશાકમાં સજ્જ ખેલૈયાઓએ ગરબાના માહોલને વધુ આકર્ષક બનાવ્યો હતો. ખેલૈયાઓએ ગરબામાં તેમના પરિવાર તેમજ મિત્રો સાથે બોલ માડી અંબે જય જય અંબે ના નાદ લગાવ્યા હતા.

યુવાનો, યુવતીઓ અને ગરબાપ્રેમીઓએ સંગીતના તાલે પગલાં મિલાવતાં ગરબાની મોજ માણી હતી. ગરબાના દરેક રાઉન્ડ સાથે ખેલૈયાઓનો ઉત્સાહ વધતો જોવા મળ્યો હતો. પરંપરાગત ગુજરાતી સંસ્કૃતિ અને આધુનિક સંગીતના સમન્વયે આ આયોજનને વિશેષ રંગત આપી હતી.

અઘોરી મ્યુઝિકનાં જાણીતા ગીતો પર ખેલૈયાઓનો ઉત્સાહ

અઘોરી મ્યુઝિક ની ટીમ કૃણાલ કરેલિયા (Krunal Kareliya),કુલદીપ શ્રીમાળી (Kuldeep Shrimali),હાર્દિક તોમર (Hardik Tomar),બંસરી મૈસૂરિયા (Bansari Maisuriya) સહિતના સભ્યો   દ્વારા અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલા સ્વગ્રામ ગરબા, સંકલ્પ નગરી ખાતે યોજાયેલા ભવ્ય ગરબા મહોત્સવમાં ભક્તિ અને શક્તિના સંગમ સમાન ગીતોએ માહોલ જમાવ્યો હતો. અઘોરી મ્યુઝિકની ટીમ દ્વારા તેમના જાણીતા ગીતો જેવા કે, “હે આઈ માંડવડા લીલાછમ રાખે ને મા નો હાથ માથે શોભે,સાત પેઢીઓને શુદ્ધ કરી નાખે જો ભૂલથી કોઈ મા ને તોકે… કાળા કવતરા… કાળા કવતરા કોઈ જો કાઢે તો એને મારી માડી પોંચે, તેમજ “હે મારા અઘોરીના ડાકલા વાગે તો જોડે મારો શંભુ ડોલે” જેવા ભક્તિભાવથી ભરપૂર ગીતના તાલે ખેલૈયાઓએ ઉત્સાહભેર ગરબા રમીને માતાજીનું આહ્વાન કર્યું હતું. આ ઉપરાંત, “દુનિયા ભલે ધારે જે પણ, થાય એ જ જે ધારે મારો હરિ” અને “ઠાકર કરે એ ઠીક, જેના માથે કાળિયા ઠાકરનો હાથ, એને શેની હોય બીક” જેવા શ્રદ્ધા અને ઈશ્વર પ્રત્યેના વિશ્વાસનો સંદેશ આપતાં ગીતોએ પણ ગરબાની રાત્રિને ખાસ બનાવી હતી. ટીમે તેમના વિવિધ જાણીતા ગીતોના તાલે ખેલૈયાઓએ ગરબાની મોજ માણવાની સાથે ભક્તિભાવ પણ વ્યક્ત કરાવ્યો  હતો. અઘોરી મ્યુઝિકનાં ભક્તિથી ભરપૂર ગીતો અને પરંપરાગત  ગરબાએ આધુનિક સંગીત તથા ગુજરાતી સંસ્કૃતિનો સુંદર સમન્વય સર્જ્યો હતો. મોડીરાત સુધી ચાલેલા આ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓનો ઉત્સાહ અને માતાજીની આરાધનાનો માહોલ ખેલૈયાઓ માટે એક મીઠી યાદગાર બની રહ્યો હતો. 

ગુજરાતમાં ગરબા માત્ર નૃત્ય નથી, પરંતુ તે રાજ્યની સાંસ્કૃતિક ઓળખ અને સામૂહિક આનંદનું પ્રતીક છે. આ જ ભાવનાને અનુરૂપ અઘોરી મ્યુઝિકના આયોજનમાં પણ ખેલૈયાઓએ સંગીત, પરંપરા અને ઉત્સવનો અનોખો અનુભવ માણ્યો હતો. જાણીતા ગીતોના તાલે ગરબા રમતા ખેલૈયાઓએ સમગ્ર વાતાવરણને જીવંત બનાવી દીધું હતું.

ગરબાના સંગીત સાથે તાલીઓના તાલ અને ખેલૈયાઓના ઉત્સાહે કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવ્યા હતા. આધુનિક સંગીતની સાથે પરંપરાગત ગરબાની ભાવનાને પણ આ કાર્યક્રમમાં વિશેષ સ્થાન મળ્યું હતું.

મોડી રાત્રે પરંપરાગત મંડળીના ગરબાની રમઝટ

આ ગરબા મહોત્સવમાં આધુનિક ગીતો ઉપરાંત મોડી રાત્રે પરંપરાગત મંડળીના ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત ગરબાના સૂર શરૂ થતાં જ ખેલૈયાઓએ ફરી એકવાર ગરબાના વર્તુળોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

પરંપરાગત મંડળીના ગરબામાં ગુજરાતી સંસ્કૃતિની આગવી ઝલક જોવા મળી હતી. લોકસંગીતના સૂર અને પરંપરાગત તાલે ખેલૈયાઓએ ગરબાની મજા માણી હતી. આજના યુવાનોમાં પણ પરંપરાગત ગરબા પ્રત્યેનો ઉત્સાહ જોવા મળ્યો હતો, જે ગુજરાતી સંસ્કૃતિની જીવંત પરંપરાને ઉજાગર કરે છે.

આધુનિક મ્યુઝિકથી શરૂ થયેલી ગરબાની રાત્રિ પરંપરાગત ગરબાના સૂર સાથે આગળ વધી હતી. આ રીતે કાર્યક્રમમાં આધુનિકતા અને પરંપરાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. ગરબાપ્રેમીઓ માટે આ અનુભવ યાદગાર બની રહ્યો હતો. ખેલૈયાઓએ મન મૂકીને ગરબા રમીને રાત્રિને યાદગાર બનાવી હતી. સંગીતના તાલે ઝૂમતા ખેલૈયાઓ અને પરંપરાગત ગરબાની રમઝટે અમદાવાદના ગરબા કલ્ચરની જીવંત ઝલક રજૂ કરી હતી.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score