SIRની કામગીરી શરૂ, એક મતદાર તરીકે તમારે શું ધ્યાન રાખવું તે ખાસ જાણો

By: nationgujarat
06 Nov, 2025

ગુજરાતની મતદારી યાદીને શુદ્ધ કરવા માટે બૂથ લેવલ ઓફિસર્સ લોકોના ઘરે પહોંચવા લાગ્યા છે. અને લોકોને ગણતરી ફોર્મ આપીને મતદારોની ચકાસણી કરવાની શરૂઆત થઈ ગઈ છે. BLO 4 ડિસેમ્બર સુધીમાં 3 વખત તમારા ઘરે મતદાર યાદીની ચકાસણી કરવા માટે આવશે. ગુજરાતના દરેક મતદારની ચકાસણી થવાની છે, ત્યારે BLO તમારા ઘરે આવીને શું કરશે અને તમારે શું ધ્યાન રાખવું પડશે, તેની વાત કરીએ તો…તમારા પરિવારમાં કોઈની ઉંમર 18 વર્ષની થઈ ગઈ હોય, અને મતદાર યાદીમાં નામ દાખલ ન હોય તો તેનું નામ દાખલ કરવાની કામગીરી પણ SIR અંતર્ગત જ થઈ જશે. BLO મતદારોની ચકાસણીની કામગીરી 4 ડિસેમ્બર સુધી ચાલવાની છે. ત્યારે SIRની કામગીરીની મહત્વની તારીખોની વાત કરીએ તો…

SIRની કામગીરીનો હેતુ
SIRની આ કામગીરી કરવાનો હેતુ શુદ્ધ, ચોક્કસ અને અદ્યતન મતદાર યાદી બનાવવાનો છે. ત્યારે આ કામગીરી પૂર્ણ થયા બાદ સ્થળાંતર કરી ગયેલા, મૃત્યુ પામેલા કે પછી એકથી વધુ જગ્યાના વોટર આઈડી હોય એવા મતદારોને શોધી શકાશે. અને જો ભૂતિયા મતદારો હશે તો તેમની પાસેથી મતદાનનો અધિકારી પણ છીનવી શકાશે.

આ સર્વે દરમિયાન મતદારો  દ્વારા BLO ને જે 5 સૌથી મહત્વના સવાલો પૂછવામાં આવી રહ્યા છે તેના સટીક જવાબ પણ જાણવા જરૂરી છે.

1. જે મતદારો અન્ય રાજ્યો કે બીજે ક્યાંક રહેતા હોય તેમના નામ હટાવવા માટે શું વ્યવસ્થા છે?
જવાબ- હાલ અંતિમ પ્રકાશન વ્યવસ્થાની લિંક લોંચ થઈ નથી. આશા છે કે જલદી થઈ જશે.

2. મારું નામ 2003ની સૂચીમાં હતું. હવે શું આ સંશોધન/રિવિઝન કરાવવામાં આવી રહ્યું છે?
જવાબ- ચૂંટણી પંચના નિર્દેશ મુજબ 2003 બાદ એટલે કે 22 વર્ષ બાદ વોટર લિસ્ટના શુદ્ધિકરણ માટે SIR સર્વે થઈ રહ્યો છે. આથી જો તમારું નામ 2025ની યાદીમાં ન હોય તો તમારે ગભરાવવાની જરૂર નથી.

3. બે ગણતરી ફોર્મ બે કોપીમાં આપેલું છે તો હવે તેનું શું કરવું?
જવાબ- તેમાં 2003માં જો વોટર હતા અને તેની ગણતરી હજુ સુધી ન થઈ હોય તો તેઓ બ્લેક બ્લોક રિફ્લેક્શનની જાણકારી  ભરાવી રહ્યા છે.

4. શું ફોર્મ ભરવામાં BLO મારી મદદ કરશે?
જવાબ- જો તમને મુશ્કેલી આવી રહી હશે તો BLO ની મદદ લો.

5. જાણકારી માટે હેલ્પલાઈન નંબર કયો છે?
જવાબ- હેલ્પલાઈન નંબર 1950 પર તમે સંબંધિત યોગ્ય જાણકારી મેળવી શકો છો.


Related Posts

Load more