આવતીકાલથી શ્રીલંકા અને ભારત વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થવા જઇ રહ્યો છે, શ્રીલંકામાં ટીમ ઇન્ડિયા 2 ટેસ્ટ મેચ રમાવાનું છે. આવતીકાલ ટેસ્ટ મેચના પ્રારંભ પહેલા ગીલે ટીમના ખિલાડીઓ અને રણનીતી નક્કી કરી દીધી છે . ગીલ કયા બોલર ના કોમ્બીનેશન સાથે મેદાનમાં ઉતરશે તે અંગે આજે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી. ગીલે જણાવ્યું હતું કે મેચમાં નવા બોલ સાથે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધકૃષ્ણા જ બોલિંગ કરશે. તેણે તે પણ કહ્યુ છે પ્રસિદ્ધ કૃષ્ણા અને ગુરનૂર બરાડ માંથી સિલેકશન કરવું થોડુ ટફ છે આ નિર્ણય મેચ પહેલા કરવામાં આવશે આમ આ જવાબ આપી તેને અનિશ્ચિતા ઉભી કરી ગોળ ગોળ જવાબ આપ્યો છે. શ્રીલંકા સામે ભારતીય ટીમ 600 ટેસ્ટ મેચ રમશે. 1932થી ભારતે ટેસ્ટ મેચ રમાવાનો પ્રારંભ કર્યો.
ભારત શ્રીલંકા સામે 3 સ્પિનરનો ટીમમાં સમાવેશ કર્યો છે. રવિન્દ્ર જાડેજા, માનવ સુથાર અને કુલદિપ યાદવ. ફાસ્ટ બોલરમાં મોહમ્મદ સિરાજનુ પ્લેઇંગ 11 માં રમવું નક્કી છે. આકિબ નબીને હજુ ટીમમાં પ્લેઇંગ 11મા સ્થાન મેળવવા માટે થોડી વધુ રાહ જોવી પડી શકે છે. જો કે પ્રસિદ્ધ કૃષ્ણા અને ગુરનૂર માંથી કોઇ એક ને ટીમા સ્થાન મળશે તે પણ નક્કી કર્યુ છે. પ્રસિદ્ધ કૃષ્ણા 7 ટેસ્ટ મેચ રમી ચુક્યા છે અને 25 વિકેટ લીધી છે.
ગુરનૂર વિશે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ગુરનૂર બરાડ એક સારો બોલર છે પરંતુ તે શરૂઆતના પ્રથમ સેશનમાં એટલો ફાયદા કારક રહે તેવી શક્યતા ઓછી છે તેના કરતા ગુરનૂર જૂના બોલ સાથે વધુ ધાતક સાબિત થઇ શકે છે. ગુરનૂર ની બોલિંગ સ્પિડ સારી છે અને તેના ઉછાળ મેળવવામાં વધુ સારી રીતે સફળતા મળી શકે છે. બંને માંથી એકની પસંદગી કરવી તે ટીમ મેનેજમેન્ટ માટે પણ એક ટફ નિર્ણય રહેશે. ગીલે તેમ પણ કહ્યું કે, જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં ગુરનૂરને જો તક મળે તો તેને ચોક્કસ પણે ફાયદો ઉઠાવવો જોઇએ. તમને જણાવી દઇએ કે જસપ્રિત બુમરાહ ઘૂટણની ઇજાને કારણે ટીમમાંથી બહાર થયા છે.
ગીલે બુમરાહની ગેરહાજરી અંગે જણાવતા કહ્યું કે, જસપ્રિત બુમરાહ નો ઓપશન હોત તો ટીમને ચોક્કસ તેમના અનુભવનો લાભ મળત પરંતુ હાલ તેની ઉપસ્થિતિ નથી તો અન્ય ખિલાડીને આગળ વધવા માટે, તેમને તેમનુ પ્રદર્શન બતાવવાની એક સારી તક મળી છે. બેટીગની વાત કરીએ તો દેવદત પડિક્કલ ને ટીમમા સ્થાન મળી શકે છે, સાંઈ સુદર્શનની ગેર હાજરી હોવાથી દેવદતને તક મળવાની લગભગ નિશ્ચિત છે. ધ્રુવ જુરેલને ટીમમાં સ્થાન મળશે અને તે મીડલ ઓર્ડરમાં હ બેટિંગ કરવા ઉતરશે.
ગીલે પ્રેસમાં જણાવ્યું કે, દરેક ખિલાડીને સમાન તક મળે તે ખૂબ જરૂરી છે. દરેક ખિલાડીને તેની પ્રતિભા બતાવવાની તક મળવી જોઇએ. સાંઇ સુરર્શનની બેટીંગ ઓર્ડરમાં ખોટ વર્તાશે તેમ પણ ગીલે કહ્યું. ટીમમાં જે પણ ખિલાડીને તક મળશે તે ઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તેવી મને આશા છે. કેપ્ટનના અનુભવના વ્યકત કરતા જણાવ્યું કે દરેક ટેસ્ટમાં રમત સાથે તેનુ પ્રદર્શન સુધરતુ જાય છે. મારી નજર ટેસ્ટ ચેમ્પિયનશિપ પર રહેશે. ટીમની નજર ચેમ્પિયન શીપની ફાઇનલમાં રમવા માટે પર રહેશે. ચેમ્પિયન ટેસ્ટમાં સ્થાન મેળવવા માટે ટીમે 6 થી 7 મેચ જીતવાની જરૂર છે. શ્રીલંકા સામેની બે ટેસ્ટ જીતી ટેસ્ટ ચેમ્પિયનશીપનો રસ્તો વધુ સરળ કરવાનો ટીમ પ્રયત્ન કરશે.