શુભ મંડળી ગરબામા પરંપરા અને સાસ્કૃતિક વારાસાની ઝલક સાથે ગરબા રમાવાનો આનંદ ગરબા રસીકો માળી શકશે. આયોજકો દ્વારા ગરબા રમાવા આવતા ખેલૈયાઓ માટે પુરતી પાર્કીગ વ્યવસ્થા, ફુડ સ્ટોલ અને મહિલાઓની સુરક્ષાનુ ધ્યાન રાખી આયોજન કર્યુ હોવાથી અમદાવાદીઓનો ક્રેઝ વધુ જોવા મળ્યો છે. આયોજકો દ્વારા નાના બાળકોને સાથે લાવતા વ્યકિતને પણ ઘોડિયાની સુવિઘા રાખી છે.
શુભ મંડળીમા ગરબાની રમઝટ
આવતીકાલ તારીખ 3 થી ગરબા રસીકો શુભ મંડળી ગરબામા ગરબે ઘુમશે. તમે પણ તમારા મિત્રો તેમજ પરિવાર સાથે શુભ મંડળી ગરબામા પધારી ગરબા રમવા તમારા પાસા Book my show માથી બુક કરાવી શકો છો તેમજ સ્થળ પરથી પણ તમને એન્ટ્રી પાસ મળી રહે તેની વ્યવસ્થા કરવામા આવી છે.
નવરાત્રિમાં ગરબા રમવાને લઈ ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે. આ ઉપરાંત નાના વેપારીઓ મોડી રાત સુધી વેપાર કરી શકશે અને પોલીસ તેમની ફરજનું જોડે જોડે પાલન પણ કરશે. સાથે સાથે પોલીસને સૂચનાઓ પણ આપવામા આવી છે. નાગરિકો પણ જવાબદારી નિભાવે અને કોઈને તકલીફ ના પડે તેવું કામ કરે, લોકો હેરાન ન થાય તેની જવાબદારી નાગરિકોની રહેશે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
વધુમાં ગૃહમંત્રીએ અપીલ કરી છે કે, નવરાત્રીના સમય દરમિયાન તમે જ્યાં ગરબા રમવા જવાના હોય તેનું એડ્રેસ અને જેમની સાથે જવાના હોય એ સાથીદારો/મિત્રોના મોબાઈલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જજો. ગરબા રમવા જાઓ ત્યારે આપના મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફિચર હંમેશા ઓન રાખજો તેમજ અજાણી અથવા ઓછા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીણાં, કોલ્ડ ડ્રિક્સ કે ખાધ્ય પદાર્થ ખાશો નહીં. અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો, ફોટોગ્રાફ્સ કે વીડિયો શેર કરશો નહીં તેમજ અજાણી વ્યક્તિ સાથે એકાંતવાળી જગ્યાએ જશો નહી.