અમદાવાદના નિકોલ વિસ્તારમાં ખોડલઘામ ફાર્મ ખાતે શ્રી કષ્ટભંજન દેવ સમિતી અમદાવાદ – ગાંંઘીનગર દ્વારા શ્રી હનુમાન ચાલીસા યુવા કથા ગઇ કાલે સંપન્ન થઇ. આ કથામાં સાતમા અને અંતિમ દિવસે મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પણ હનુમાન દાદા અને સંત શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના આશિર્વાદ લીધા.કથાના અંતિમ દિવસે વકતાશ્રી હરપ્રકાશદાસજી સ્વામીએ શ્રોતાઓને મોબાઇલનો દુર ઉપયોગ ન કરવા અને દિકરીઓ લવ જેહાદના કેસમાં ન ફસાય તે માટે સચેત રહેવા જણાવ્યું.
સુંદર દેખાવાથી નહી ચરિત્ર સારુ હોવું જોઇએ.
સ્વામીશ્રીએ કથામાં કહ્યુ કે, આજકાલ વેસ્ટર્ન કપડાનું કલ્ચરણ વધી ગયુ છે કારણ કે બધાને સુંદર દેખાવું છે પણ સુંદર દેખાવાથી નહી પણ સંસ્કાર અને ચરિત્ર સારુ હશે જો આગળ વધાશે. સુંદર દેખાશો અને ચરિત્ર સારુ હશે તો સુંદરતા કામ નહી આવે. ગાંઘીજીનું ચરિત્ર સારુ હતું એટલે આજે ભારતની ચલણી નોટોમાં તેમનો ફોટો છે ગાંઘીજી સુંદર કયા હતા. સુંદરતા કરતા ચરિત્રનો પ્રભાવ વઘારે હોય છે. કોઇ પણ ભગવાન પાસે બેસીને પ્રાર્થના કરો એટલે તમારી પ્રાર્થના સાંભળે.
મોદી સાહેબ ને આખી દુનિયા યાદ કરશે.
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ શક્તિના ઉપસાકત છે નવરાત્રીમાં માતાજીની આરાઘના કરે પાણી પર રહીને ઉપવાસ કરે છે. દેશ આઝાદ થયો ત્યાર પછી પહેલા વડાપ્રધાન છે કે સંસદને લોકમંદિર માનીને પગે લાગ્યા. ચરિત્ર અને આધ્યાત્મિકતા જ દેશનું નિર્માણ કરી શકે. ભક્તિમાં ખૂબ તાકાત છે. વડાપ્રધાનશ્રી જે પણ દેશ માટે જાય છે ત્યા મંદિરમાં ચોક્કસ જાય છે. આજે તમને ખબર નહી હોય કે તે નહી હોય ત્યારે આખી દુનિયા તેમને યાદ કરશે.
વ્યસનથી મુકત રહેવું જોઇએ.
જે પણ યુવાનો માવા,ગુટખા કે દારુ પિવે છે તેમણે આજે કથાના છેલ્લા દિવસે સંકલ્પ લે કે તે વ્યસન નહી કરે. ભગવાના તમારા હ્રદયમાં રહે છે અને તમે વ્યસન કરો તે કેમ ચાલે. માવા ખાઇ ખાઇને ગમે ત્યા થુકવું ન જોઇએ. યુવાનોએ દેશને સ્વચ્છ રાખવો જોઇએ તો જ દેશ સમૃદ્ધ થશે. એક લીફટનો પ્રસંગ કહેતા જણાવ્યું કે એક લીફટમાં બેનર મારવું પડ્યુ કે કોઇએ લીફટમાં થુકવું નહી. જે લોકો ગુટખા ખાઇને થુકે છે તે ધરતી માતા કહેવાય છે. જયા ત્યા માવા ખાઇને થુકવું અને કચરો જ્યાને ત્યા નખાવો જોઇએ.