અમદાવાદના નિકોલ વિસ્તારમાં ખોડલઘામ ફાર્મ ખાતે શ્રી કષ્ટભંજન દેવ સમિતી અમદાવાદ – ગાંંઘીનગર દ્વારા શ્રી હનુમાન ચાલીસા યુવા કથા યોજાઇ રહી છે. આ કથમાં વકતાશ્રી સારંગુર મંદિરના સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી નો લાભ શ્રોતાઓને મળી રહ્યો છે. આ કથા 4 જાન્યુઆરી સુધી સાંજે 8 થી 11 કલાક સુધી લાભ લઇ શકાશે. આજે 31 ડિસેમ્બરના રોજ શ્રી હનુમાન જન્મોત્સવ ઉજવાશે જેમાં 175 કિલોની કેક હનુમાન દાદાને ધરાવાશે તેમજ 4 હજાર કિલો ચોકલેટ અને કેડબરી દાદાને ધરાવાશે. 700 કિલો જેટલા પુષ્ટોથી દાદા અને ભકોતને વધાવવામાં આવશે. તેમજ ફાયરક્રેકર્સ અને યુવોના ડિજેના તાલે ઝુમશે. ગઇકાલે તારીખ 30 ડિસેમ્બરે કથાના પ્રારંભ પહેલા હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું.
વકતાશ્રી હરિપ્રકાશદાસજી સ્વાંમીએ કથામાં જણાવ્યું કે, આત્માને શાંતિ આપનાર જો કોઇ વસ્તુ હોય તો તે ભગવાનનું નામ છે અને એટલે જ હનુમાન દાદા સદાય શ્રી રામના નામનુ જપ કરતા હોય છે. દાદા થી મોટો કોઇ દાતાર ન હોય. સ્વામીશ્રીએ હળવી શૈલીમાં જણાવ્યું કે આમ તો શહેરોમાં ને ગામડામાં દાદા બોવ હોય પણ હનુમાન જેવો દાદો કોઇ ન થઇ શકે. બીજા દાદા તો ગુજરી જલ્દી જાય પણ આ દાદો તો અમર છે અને અજય છે. બધાના જીવનમાં એક એવી સાંજ આવે કે બધુ હોવા છતા કઇ કામ નથી લાગતુ ત્યારે પ્રાર્થના અને ભગાવાન જ કામ લાગે છે. હાલ તા ચાલકા કામ કરતા ભગવાનનું નામ લઇ લે જો ભગવાનની ભક્તિ સિવાય તમારી સાથે અંત સમયે કઇ નહી આવે જોડે. મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે. સ્વામીજીએ હનુમાન ચાલીસા કેવી રીતે બની તે અંગે પણ જાણાવ્યું અને તુલસીદાસ જીના પ્રસંગો ને શ્રોતા ને જણાવ્યા. કથામાં ખૂબ મોટી સંંખ્યામાં શ્રોતાએ કથાનો લાભ લીધો અને આજે પણ હનુમાન જન્મોત્સવનો લાભ અચુક લેજો.