પુનાના બિઝનેસમેન કેતન અગ્રવાલ હત્યાકાંડની તપાસ જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. મૃતક કેતનના પિતા વિશાલ અગ્રવાલનો દાવો છે કે સંબંધ નક્કી કરતા પહેલા સિયાનો અભ્યાસ અને તેના વ્યક્તિ વિશે ખોટી જાણકારી આપવામાં આવી હતી. તેમણે સિયા પર અત્યંત ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. જેમાં દારૂનું સેવન સહિત ઘણી ખરાબ આદતો સામેલ છે.
ખરાબ આદતોથી પરેશાન હતો પરિવાર?
અત્રે જણાવવાનું કે આ દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી અને પોલીસે પણ આ મામલે કોઈ પણ અધિકૃત નિવેદન જારી કર્યું નથી.
18 જૂનના રોજ થઈ હતી હત્યા
કેતન અને સિયાની સગાઈ થઈ હતી અને નવેમ્બર મહિનામાં લગ્ન હતા. બંનેના લગ્નને લઈને પરિવાર ખુબ ઉત્સાહી હતો. પરંતુ સિયાને કેતન નહતો ગમતો અને ચેતન સાથે પ્રેમ સંબંધને પગલે તે કેતનને રસ્તા પરથી હટાવવા માંગતી હતી એવો આરોપ છે. જેને કારણે 18 જૂનના રોજ લોહગઢ કિલ્લા પર બંને ગયા અને ચેતન પણ ત્યાં આવ્યો. સિયા અને ચેતને ષડયંત્ર રચીને કેતનને કિલ્લા પરથી ધક્કો મારી દીધો હોવાનો આરોપ છે.
કેતનની વિગ નહતી ગમતી સિયાને
પોલીસના જણાવ્યાં મુજબ સિયા ગોયલે એવું પણ કહ્યું છે કે તેને કેતન અગ્રવાલ એટલા માટે પણ પસંદ નહતો કારણ કે તે વિગ પહેરતો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેણે પરિવારને કેમ ન જણાવ્યું કે તેને લગ્ન નથી કરવા તો તો તેણે કહ્યું કે તે તેમને દુખ પહોંચાડવા માંગતી નહતી. બીજી બાજુ કેતનના પિતાએ પુષ્ટિ કરી કે તેમનો પુત્ર કેતન વાળનો એક નાનો પેચ (વિગ) પહેરતો હતો અને કહ્યું કે સગાઈ પહેલા જ સિયા ગોયલ અને તેના પરિવારને આ અંગે જણાવી દેવાયું હતું.
સિયાના ચોંકાવનારા ખુલાસા
મળતી માહિતી મુજબ આ મામલે મુખ્ય આરોપીઓ સિયા ગોયલ અને ચેતન ચૌધરીને શુક્રવારે ગૂપચૂપ રીતે લોહાગઢ કિલ્લા પાસે લઈ ગઈ હતી. સૂત્રો મુજબ બંને આરોપીઓને લગભગ સવારે 11 વાગે કિલ્લા પાસે લઈ જવાયા હતા. આ દરમિયાન તપાસ અધિકારીઓએ પૂછ્યું કે તેઓ કિલ્લા સુધી પહોંચવા માટે કયા રસ્તે પહોંચ્યા હતા. પોલીસનું કહેવું છે કે કિલ્લા સુધી પહોંચવા માટે બે અલગ અલગ રસ્તા છે. સિયા અને ચેતન કયા રસ્તે પહોંચ્યા તે ઓળખ કરવાનો હતો. ઘટનાક્રમ બાદ પોલીસ બંને આરોપીઓને પાછા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસના જણાવ્યાં મુજબ આવનારા સમયમાં સિયા ગોયલના માતા પિતાના નિવેદન લેવાઈ શકે છે.
તપાસ ભટકાવી રહ્યા છે સિયા-ચેતન?
સિયા અને ચેતનની પૂછપરછ કરી રહેલી પોલીસનો દાવો છે કે સિયા અને ચેતન એક બીજા પર દોષનો ટોપલો ઢોળીને તપાસને ભટકાવવાની અને તપાસમાં વિલંબ કરવાની કોશિશ કરી રહ્યા છે. પોલીસના જણાવ્યાં મુજબ સિયા અને ચેતન એક બીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. જેનાથી તપાસ પ્રભાવિત થઈ રહી છે.