ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેમણે પાર્ટી હાઈકમાન્ડને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. પૂનાવાલાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર બાયો પણ બદલી લીધો છે અને તેમાંથી ભાજપનો ઉલ્લેખ હટાવી દીધો છે. જાણકારી પ્રમાણે પૂનાવાલાએ અંગત કારણોસર રાજીનામું આપી દીધું છે.
CNN ન્યૂઝ 18એ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે પૂનાવાલાએ પાર્ટીને પોતાનું રાજીનામું આપી દીધું છે. સૂત્રો પ્રમાણે રાજીનામા પાછળ અંગત કારણ વ્યક્ત કર્યું છે. પરંતુ હજુ સુધી પાર્ટી તરફથી કે પૂનાવાલા તરફથી સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. પરંતુ તેણે પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર અપડેટેડ બાયો શેર કર્યો છે. બાયોમાં ભાજપનો ઉલ્લેખ નથી.
એક્સ બાયોમાં પીએમ મોદીનો ઉલ્લેખ
શહેઝાદ પૂનાવાલાએ એક્સ બાયોમાં પીએમ મોદીનો ઉલ્લેખ કર્યો છે. તેમાં તેણે ખુદને પીએમ મોદીના આજીવન ફોલોઅર ગણાવ્યા છે. પૂનાવાલાનો બાયો આ પ્રકારે છે, ‘ધર્મ ઇસ્લામ, સંસ્કૃતિ- હિંદુ વિચારધારા- ભારતીય.’ લેખક-જીએસટીની યાત્રા, પીએમ મોદીનો આજીવન અનુયાયી.
કોંગ્રેસ છોડી ભાજપમાં થયા હતા સામેલ
આ પહેલા શહેઝાદ પૂનાવાલા 2017મા કોંગ્રેસ પાર્ટી છોડી ભાજપમાં સામેલ થયા હતા. કોંગ્રેસ છોડવા સમયે તેમણે પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણી પ્રક્રિયાને દેખાડો ગણાવ્યો હતો. ભાજપમાં જોડાયા બાદ તેમને મોટી જવાબદારી મળી અને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ ઘણા મંચ પર પાર્ટીનો અવાજ રહ્યાં હતા.
પોડકાસ્ટમાં કર્યો હતો ઈશારો
આ વચ્ચે પૂનાવાલાએ તાજેતરમાં એક પોડકાસ્ટમાં રાજનીતિમાં પોતાની સફરને લઈને સંકેત આપ્યો હતો. તેમણે એક્સ પર પોતાના ઈન્ટરવ્યુના કેટલાક અંશ શેર કર્યાં હતા. પોડકાસ્ટમાં પૂનાવાલા કહે છે કે 2024ની ચૂંટણી બાદ તે રાજનીતિમાંથી સંન્યાસ વિશે વિચારી રહ્યાં હતા, પરંતુ ત્યારબાદ રોકાઈ ગયા. તેમણે કહ્યું- મેં 2024મા મારી છેલ્લી ચૂંટણી માની લીધી હતી. સક્રિય રાજનીતિમાં મને 18-19 વર્ષ થઈ ગયા. હું 2006મા NSUI મા જોડાયો હતો. મારી ઉંમર ઓછી છે. પરંતુ મારે સક્રિય રાજનીતિમાં ઘણો સમય થઈ ગયો છે.