123 દિવસ માટે શનિદેવ બનશે મહા-શક્તિશાળી:વૃષભ, મિથુન સહિત 5 રાશિ ઉપર અપરંપાર કૃપાદૃષ્ટિ અને ધનલાભનો યોગ; 7 જાતકોએ સાચવવું

By: Nation Gujarat Team
09 Oct, 2026

જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મ, શિસ્ત અને મહેનતના કારક માનવામાં આવે છે, તેથી એમની ચાલમાં થતો ફેરફાર લાંબા સમય સુધી ગંભીર અસર છોડે છે. 9 ઓક્ટોબર 2026 એટલે આજે રાત્રે 7.28 વાગ્યે શનિદેવ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. અહીં તેઓ 8 ફેબ્રુઆરી 2027 સુધી એટલે કે લગભગ 123 દિવસ સુધી બિરાજમાન રહેશે. વૈદિક જ્યોતિષ મુજબ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી સ્વયં શનિદેવ જ હોવાથી આ ગોચર અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે શનિ પોતાના જ નક્ષત્રમાં આવે છે ત્યારે તેઓ વધુ શક્તિશાળી અને પ્રભાવશાળી બને છે.

આ નક્ષત્ર પરિવર્તન વૃષભ, મિથુન, કન્યા, મકર અને તુલા જાતકો માટે આ ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. આ રાશિના લોકોને કરિયર અને આર્થિક ક્ષેત્રે મોટા પોઝિટિવ ફેરફારો અને નવી તક મળવાની પ્રબળ શક્યતાઓ છે.

રાશિ પ્રમાણે નીચે જુઓ શુભ-અશુભ ફળ

મેષ શનિનું આ ગોચર તમારા બારમા ભાવમાં થઈ રહ્યું છે. વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે અને ધાર્મિક કાર્યોમાં રસ વધશે, પરંતુ સામે પક્ષે અચાનક ખર્ચમાં પણ ઉછાળો આવી શકે છે. આરોગ્ય પ્રત્યે વિશેષ કાળજી લેવી અને ખોટા વિવાદોથી દૂર રહેવું. હાલ ભાગ્યનો સાથ ઓછો મળવાથી કોઈ મોટો નિર્ણય કે મહત્વનું કામ મુલતવી રાખવું હિતાવહ છે. વેપાર અને નાણાકીય સ્થિતિમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

વૃષભ અગિયારમા ભાવમાં શનિનો પ્રવેશ અત્યંત શુભ અને લાભદાયી સાબિત થશે. નોકરીમાં નવી જવાબદારીઓ મળવા સાથે આવકના નવા સ્ત્રોત ઊભા થશે, જેથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. લાંબા સમયથી અટકેલી યોજનાઓ પૂરી થશે અને સિનિયરોનો પૂર્ણ સહયોગ મળશે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે અને લાંબા સમયથી તકની રાહ જોતા લોકો માટે અનુકૂળ સમય શરૂ થશે.

મિથુન દસમા ભાવ (કર્મ ભાવ)માં ગોચર થવાથી કરિયર અને કારોબારમાં પોઝિટિવ ફેરફારો જોવા મળશે. નોકરિયાત વર્ગને પ્રમોશન કે નવી ભૂમિકા મળી શકે છે. કમાણીના નવા સાધનો બનવાથી આર્થિક લાભ થશે, પરંતુ ભવિષ્યની જરૂરિયાતો અને બજેટને ધ્યાનમાં રાખીને જ આર્થિક નિર્ણયો લેવા જરૂરી છે. સતત મહેનત અને નિષ્ઠા ફળ આપશે.

કર્ક નવમા ભાવ (ભાગ્ય ભાવ)માં શનિનું આગમન તમારા પ્રયાસોને સફળ બનાવશે. અટકેલા કામો પૂર્ણ થશે, વ્યવસાયમાં સફળતા મળશે અને કોઈ સુખદ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. ભાગ્યનો સપોર્ટ મેળવવા મહેનત વધારવી પડશે. લાંબા અંતરની યાત્રાઓના યોગ છે. પિતા અને ગુરુજનોનું માર્ગદર્શન તમને પ્રગતિના પંથે લઈ જશે.

સિંહ આઠમા ભાવમાં શનિનું ગોચર હોવાથી વાહન ચલાવતી વખતે અને સ્વાસ્થ્ય બાબતે ખાસ સાવધાની રાખવી. ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું, પરંતુ સંશોધન કે ગૂઢ વિદ્યાઓ સાથે જોડાયેલા લોકો માટે સમય સાનુકૂળ છે. ઇચ્છિત પરિણામો અને અટકેલું ધન પરત મળવાથી આર્થિક રાહત થશે. કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે.

કન્યા સાતમા ભાવમાં શનિના પ્રભાવથી કરિયર અને બિઝનેસમાં નવા અવસરો પ્રાપ્ત થશે. નોકરીમાં પ્રમોશન, નવી જવાબદારી કે સારી ઓફર મળી શકે છે. જૂના પ્રોજેક્ટ્સ કે અટકેલા કામોમાંથી ફાયદો થશે. વેપારમાં ભાગીદારી અને નવા કરારો સમજી-વિચારીને કરવા. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ ન થાય તે માટે વાણીમાં સંયમ રાખવો.

વૃશ્ચિક પાંચમા ભાવમાં પ્રવેશથી કરિયરમાં આગળ વધવાની ઉત્તમ તકો મળશે અને લીધેલા મહત્વના નિર્ણયો સફળ થશે. વેપારના ઉતાર-ચઢાવ પાર કરી શકશો અને પ્રેમસંબંધો વધુ ગાઢ બનશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવું પડશે અને સંતાન પક્ષની ચિંતાઓ દૂર થશે. ધન સંબંધિત નિર્ણયો ઉતાવળમાં ન લેવા, નહીંતર નુકસાન થઈ શકે છે.

ધન ચોથા ભાવમાં શનિ રહેતા જૂના રોકાયેલા કામો ઝડપથી પૂરા થશે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારાઓ માટે ઉત્તમ તકોનું નિર્માણ થશે. વેપારમાં સકારાત્મક બદલાવ આવશે. કૌટુંબિક બાબતોમાં ધૈર્ય રાખવું, માતાના સ્વાસ્થ્યની સંભાળ લેવી અને મિલકત કે વાહન ખરીદતા પહેલાં કાગળોની બરાબર તપાસ કરી લેવી.

મકર શનિ તમારી જ રાશિના સ્વામી હોવાથી ત્રીજા ભાવમાં આ ગોચર સાહસ અને પરાક્રમમાં વધારો કરશે. પ્રોપર્ટી સાથે જોડાયેલી બાબતોમાં સારી પ્રગતિ થશે અને અચાનક આર્થિક લાભના યોગ બનશે. નાના ભાઈ-બહેનોનો સહયોગ મળશે અને વ્યાવસાયિક યાત્રાઓ સફળ રહેશે. મોટા રોકાણ કરતા પહેલાં પૂરી માહિતી મેળવી લેવી.

કુંભ બીજા ભાવ (ધન ભાવ)માં શનિનું ગોચર રોજગાર ક્ષેત્રે નવી ઊંચાઈઓ આપશે. મહેનતનું યોગ્ય ફળ મળવાથી મન પ્રસન્ન રહેશે અને સંચિત ધનમાં વધારો થશે. વેપારમાં લાભની નવી તક મળશે અને શુભ સમાચાર પ્રાપ્ત થશે. કૌટુંબિક સંબંધો જાળવવા વાણીમાં મધુરતા રાખવી અને ખાવા-પીવામાં સંયમ રાખવો.

મીન તમારી જ રાશિ (પ્રથમ ભાવ)માં ગોચર થવાથી આત્મ-મંથન અને શિસ્તનો સમય રહેશે. કરિયર અને વેપારમાં ઉન્નતિના પ્રબળ યોગ બનશે. પાર્ટનરશિપના કામોમાંથી વિશેષ લાભ થશે અને આર્થિક સ્થિતિ સુધરશે. માતા-પિતાનો પૂર્ણ સહયોગ મળશે. કાર્યસ્થળે જવાબદારીઓ વધશે, તેથી નિર્ણયોમાં ઉતાવળ ન કરવી અને માનસિક શાંતિ માટે યોગ-ધ્યાન કરવા.


Related Posts

Load more