SEMIFINAL – વિરાટ કોહલીએ સચિનનો રેકોર્ડ તોડ્યો, 50મી સદી ફટકારી જીતની દાવેદારી વઘારી

By: nationgujarat
15 Nov, 2023

ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલમાં તેની 50મી ODI સદી ફટકારીને અનોખો ઈતિહાસ રચ્યો છે. તે ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. તેણે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. સચિને તેની કારકિર્દીમાં 49 સદી ફટકારી હતી. તમને જણાવી દઈએ કે વર્તમાન ટૂર્નામેન્ટમાં કોહલીની આ ત્રીજી સદી છે. તેણે દક્ષિણ આફ્રિકા સામે 101 રન બનાવીને સચિનની 49મી સદીની બરાબરી કરી હતી. ભારતે કિવિવે જીતવા માટે 398 રનનો ટાર્ગેટ આપ્યો છે.

કોહલી માટે મહત્વનો દિવસ કે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન ની સામે સદી  કરવી તે પણ તેનો રેકોર્ડ તોડયો છે. એક ખિલાડી માટે એ જ દિગ્ગજની સામે તેનો રેકોર્ડ તોડવા મોટી વાત છે ગ્રાઉન્ટમાં કોહલી કોહલીના નારા લાગ્યા હતા.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી હતી. રોહિતે 29 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 47 રન બનાવ્યા હતા. ગિલ 65 બોલમાં 79 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો. તેણે 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ગિલે કોહલી સાથે 93 રન જોડ્યા હતા. આ પછી કોહલી અને શ્રેયસ અય્યરે  તોફાની બેટીંગ કરી અને   બંનેએ ત્રીજી વિકેટ માટે 163 રનની ભાગીદારી કરી હતી.

કોહલીએ 106 બોલમાં 8 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી સદી ફટકારી હતી. તેણે લોકી ફર્ગ્યુસને ફેંકેલી 42મી ઓવરના ચોથા બોલ પર ડબલ ફટકારીને પોતાની સદી પૂરી કરી. જોકે, કોહલી સદી ફટકાર્યા બાદ વધુ સમય ટકી શક્યો ન હતો. 44મી ઓવરના છેલ્લા બોલ પર ટિમ સાઉથીએ તેને પોતાની જાળમાં ફસાવી દીધો હતો. કોહલી ફુલ લેન્થ બોલ પર શોટ મારવા માંગતો હતો પરંતુ તે યોગ્ય રીતે જોડાઈ શક્યો નહોતો. બોલ ડીપ સ્ક્વેર તરફ એરબોર્ન બની ગયો અને ડેવોન કોનવેએ કેચ લીધો. જ્યારે તે પેવેલિયન પરત ફર્યો ત્યારે ટીમનો કુલ સ્કોર 327 હતો.


Related Posts

Load more