સેમસંગ ટીવી વપરાશ કર્તાઓની ફરિયાદ ઉઠી રહી છે કે તેમના ટીવી ચાલતા નથી. સેમસંગ સ્માર્ટ ટીવી સેવા બંધ છે. મોટી સંખ્યામાં લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને સતત ફરિયાદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X હોય કે ડાઉન ડિટેક્ટર, દુનિયાભરના લોકો ફરિયાદ કરી રહ્યા છે કે સેમસંગ ટીવી બંને પ્લેટફોર્મ પર કામ કરી રહ્યું નથી. ડાઉન ડિટેક્ટની વાત કરીએ તો, આ પ્લેટફોર્મ પર 2500 થી વધુ લોકોએ સેમસંગ ટીવી કામ ન કરી રહ્યું હોવાની ફરિયાદ કરી છે. લગભગ 80 ટકા લોકો કહે છે કે તેઓ તેના પરની એપ્સને એક્સેસ કરી શકતા નથી.તો બીજી તરફ , ૧૩ ટકા લોકો લોગિન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યા શા માટે થઈ રહી છે તે સ્પષ્ટ નથી. સેમસંગે ટીવી કામ ન કરવાનું કારણ સત્તાવાર રીતે આપ્યું નથી.
સેમસંગ ટીવી યુઝર્સ ફરિયાદ છે કે તેઓ તેમના સ્માર્ટ ટીવી પર કોઈપણ એપ ખોલી શકતા નથી. ભારતમાં પણ ઘણા યુઝર્સ આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આઉટેજનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ તેની મુખ્ય અસર અમેરિકન યુઝર્સ પર પડી છે.