વડતાલધામમાં અધિકમાસની સમાપ્તિએ કેસર અભિષેક, ૩ હજાર કિલોનો છપ્પન ભોગ , માસિક યજ્ઞ પૂર્ણાહુતિ અને બ્રહ્મચોર્યાસી યોજાઈ

By: Nation Gujarat Team
15 Jun, 2026

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામમાં પવિત્ર અધિક માસની પૂર્ણાહુતિ પ્રસંગે કેસર અભિષેક, અને માસિક શ્રીહરિયાગ પૂર્ણાહુતિ સાથે મંદિરમાં બિરાજતા દેવોને ત્રણ હજાર કિલો વિવિધ વ્યંજન વાનગીઓ સાથેનો છપ્પન ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
ધોલેરાધામ‌ શ્રીમદનમોહનજી મહારાજ દ્વીશતાબ્દી મહોત્સવના ઉપ્લક્ષમાં તથા અ. નિ. ઉત્સવપ્રિય સાધુ શ્રી શ્યામ વલ્લભદાસજી સ્વામીની સ્મૃતિમાં દેવોને 3000 કિલોનો વિવિધ વ્યંજન વાનગીઓ સાથેનો છપ્પન ભોગ અન્નકૂટ ધરાવાયો હતો. રાજભોગ આરતીથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન ડૉ.સંત વલ્લભદાસજી સ્વામી એ જણાવ્યું હતું કે આ તાપમાનમાં પણ નિયમિત પ્રતિદિન યજ્ઞમાં આહુતિઓ આપનાર ભૂદેવોને વંદન .. યજ્ઞાના આચાર્ય ધીરેન ભટ્ટ વગેરેનું ભાવપૂર્ણ પૂજન કરવામાં આવ્યું છે, વિપ્રોએ આ સનાતન સંસ્કૃતિને જીવંત રાખી છે.. તેમના ત્યાગ તિતિક્ષાને વંદન કરીને આ માસિક હરિયાગનું પુણ્ય સમગ્ર સત્સંગમાં શાંતિ થાય , એવી પ્રાર્થના કરૂ છું..બ્રહ્મચારી પુજારીશ્રી હરિસ્વરૂપાનંદજીએ અધિકમાં માસમાં જે ઉત્સવ કર્યા છે તેમને પણ શત શત વંદન છે ..

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સોમવારે સવારે મંગળા આરતી બાદ મંદિરમાં બિરાજતા દેવોનો લાલજી પૂજ્ય સૌરભ પ્રસાદજી મહારાજના હસ્તે દેવોનું ભાવપૂર્ણ કેસર સ્નાન કરવામાં આવ્યું હતું. પવિત્ર સોમવતી અમાસના દિવસે વહેલી સવારથી જ હકડે ઠઠ હરિભક્તોની ભીડથી મંદિર ઉભરાયું હતું. નિજ મંદિરમાં સવારથી સમગ્ર મંદિર રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.

આજરોજ અશોકભાઈ રમણભાઈ પટેલ હાલોલના યજમાનપદે ચાલતા માસિક શ્રીહરિયાગની પૂર્ણાહુતિ થઈ હતી જેમા પૂજ્ય લાલાજી મહારાજ સાથે બ્રહ્મ સ્વામી , શ્રીવલ્લભ સ્વામી, મુનિવલ્લભ સ્વામી, સંતબાળદાસ સ્વામી , લાલજી ભગત વગેરે સંતો ઉપસ્થિત રહ્યા . ટ્રસ્ટી શ્રી તેજસભાઈ પટેલ- શ્રી સંજયભાઈ પટેલ ગોધરા , રાજેશભાઈ મુંબઈ , અપૂર્વ દવે દુબઈ , ઘનશ્યામભાઈ અમેરિકા , રાકેશ ભગત વડતાલ વગેરે ભક્તો સાથે યજમાન પરિવારો ઉપસ્થિત રહ્યા હતા અને ખેડા જીલ્લાના સાંસદ અને પૂર્વ મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે મોદી સાહેબની ૧૨ વર્ષની સેવાની વિગતો દર્શાવતા પુસ્તકો અર્પણ દેશના વડાપ્રધાન માટે આશીર્વાદ માંગ્યા હતા..

આ ઉપરાંત સંસ્થા દ્વારા ખેડા જિલ્લામાંવસતા ભૂદેવો માટે બ્રહ્મચોર્યાસીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.મંત્રગાનની વચ્ચે બ્રહ્મદેવનું ચંદન – હાર – ખેસ અર્પણ કરીને પૂજન કરવામાં આવ્યું હતું..આ પ્રસંગે દેવુસિંહ ચૌહાણ સાથે માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર પણ , સંતો મહંતો સાથે વિપ્રોના પૂજનમાં જોડાયા હતા..
સમગ્ર ઉત્સવનું આયોજન ચેરમેન ડૉ.સંતવલ્લભદાસજી સ્વામી તથા કોઠારી દેવપ્રકાશસ્વામી ધ્વારા કરવામાં આવ્યું હતું. સભા સંચાલન શી શ્રી સૂર્યપ્રકાશ સ્વામી સાળંગપુરવાળા દ્વારા કરવામાં આવ્યું હતું.. સમગ્ર વ્યવસ્થા નિકિત પટેલ વગેરે યુવકો દ્વારા કરવામાં આવી હતી..


Related Posts

Load more