દરેક ઘરમાં લીલા શાકભાજી કરતાં વધારે બટાકાનું સેવન કરવામાં આવે છે. ફ્રીજમાં કોઇ લીલા શાકભાજી ન પણ હોય તો લોકો ફટાફટ બટાકાનું શાક, ભડથું, ભજીયા, પરાઠા વગેરે બનાવી લે છે. બટાકામાં એવા ઘણા પોષક તત્ત્વો હોય છે, જે શરીરને અનેક લાભ પહોંચાડે છે. ઘણીવાર તમે જોયું હશે કે બટાકા પર કેટલાક sprouts જેવું નીકળી આવે છે. કેટલાક લોકો તેને છોલીને કાઢી નાખે છે, કેટલાક લોકો આવા બટાકા ખાવાનું ટાળે છે તો કેટલાક લોકોને તેનાથી કોઇ ફેર નથી પડતો. તેવામાં તે જાણવું જરૂરી છે કે sprouted બટાકા ખાવા સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે? ખરેખર, બટાકામાં shoots કે eyes ઉગવા લાગે છે. આવું ત્યારે થાય છે જ્યારે બટાકા ઘણા દિવસો સુધી પડ્યા રહે. જાણીએ sprouted બટાકા ખાવાના ફાયદા-નુકસાન?
અંકુરિત બટાકા ખાવા જોઈએ કે નહીં?
ટીઓઆઇમાં છપાયેલા એક સમાચાર અનુસાર, બટાકા પ્રકાશ, ગરમી અને ભેજના સંપર્કમાં આવવાથી અંકુરિત થાય છે. તે પ્રક્રિયા બટાકાના ગ્રોથ સાઇકલનો નેચરલ પાર્ટ છે. જ્યારે બટાકાને આવી કંડીશનમાં સ્ટોર કરવામાં આવે છે. જેમાં sprouting પ્રોસેસ વધી શકે છે જેમ કે કિચન, ડાયરેક્ટ લાઇટ પડતી હોય તેવી જગ્યા વગેરેના કારણે બટાકા પર નીકળેલા buds ધીમે-ધીમે વધવા લાગે છે. જો કે, sproutingની આ પ્રક્રિયા નુકસાનકારક નથી હોતી. બસ તેની કારણે બટાકાના પોષક તત્ત્વોમાં કેટલાક બદલાવ આવી જાય છે. તેનાથી વિટામિન સી અને કાર્બોહાઇડ્રેટમાં થોડી કમી આવી શકે છે. કારણ કે તે નવા અંકુરોના વિકાસમાં મદદ કરવા માટે પોતાના સ્ટોર કરેલા પોષક તત્ત્વોનો ઉપયોગ કરે છે. જો કે ઘણીવાર sprouted બટાકામાં કેટલાક ટોક્સિક કંપાઉન્ડનું નિર્માણ પણ થઈ શકે છે.
અંકુરિત બટાકાના પોષક તત્ત્વ અને નુકસાન
જે કે, બટાકાના અંકુરિત થવા પર પણ તમને તેનાથી ઘણા પ્રકારના પોષક તત્ત્વો પ્રાપ્ત થઈ શકે છે જેમ કે પોટેશિયમ, ફાઇબર, વિટામિન સી, બી6. જો કે, તેમાં વધારે માત્રામાં સોલેનિન (નેચરલ ટોક્સિન) હોય છે, જે ઉલ્ટી, ઉબકા, પેટમાં દુખાવો, ડાયેરિયા અને અન્ય કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પેદા કરી શકે છે, જો તમે વધુ માત્રામાં આ પ્રકારના બટાકાનું સેવન કરો છો. સાથે જ માથાનો દુખાવો, ચક્કર આવવા, કંફ્યૂઝન જેવા લક્ષણ પણ દેખાઈ શકે છે. તેથી તમે બટાકાના અંકુરિત ભાગને કાપીને હટાવી દો. જો તમે તમારી હેલ્થનું ધ્યાન રાખતા sprouted બટાકા ન ખાઓ તો તે યોગ્ય રહેશે.
આ રીતે કરો sprouted બટાકાનું સેવન