શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તિર્થઘામ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ કાર્યનિષ્ઠને ઉત્સવ સમર્પિત સાધુ પૂજ્ય શ્યામવલ્ભસ્વામીનો 14 મે ગુરવાર 2026 ના રોજ 40 વર્ષની નાની વયે અક્ષરવાસ થતા સમગ્ર સંત્સગ સમાજમાં ઉંડા શોકની લાગણી વ્યાપી છે. વડતાલ ગાંદી સંસ્થાના તમામ હરિભક્તોમાં શોકની લાગણી.
આવતીકાલે સવારે 09 કલાકે અંતિમ યાત્રા નિકળશે. શ્યામવલ્લભસ્વામીના અક્ષરવાસના સમાચાર વડતાલ ગાંદી સમાજના સર્વે હરિભરકતો અને તેમના સાથી સંતો અને સેવકોમાં ઉંડા શોકની લાગણી અનુભવે છે. અંતિમ યાત્રા આવતીકાલે 15 મે 2026 શુક્રવારે સવારે 09 કલાકે વડતાલ સંત નિવાસ સ્થાનેથી વડતાલના સ્મશાન ગૃહે જશે. મંદિરના દરેક કાર્યોક્રમોમાં ખૂબજ જીણવટ ભર્યુ અને સફળ સંચાલન કરતા હતા. કાર્યક્રમમાં દરેક નાની-મોટી વસ્તુનું સ્વયંમસેવકોને માર્ગદર્શન આપતા હતા અને યુવા સેવકોને તેમની પાસેથી ભક્તની માર્ગ શીખવા મળતો હતો. પૂ.સ્વામીશ્રીએ રવિસભાના માધ્યમ દ્વારા ઉત્વસ માટે સ્વયંસેવકો માટેની સમગ્ર ટીમ તૈયાર કરી હતી જે ઉત્સવમાં તેમની સાથે કાર્યકરતા હતા.
75 ઉપરાંત ગામોના યુવાનોને સ્વામીશ્રીએ ભગવાન સ્વામિનારાયણની કથા અને પ્રવચનો થકી બળ અને આધ્યાત્મિક માર્ગે તેમજ નિવ્યસની કરી સમાજ સેવાના અને આધ્યાત્મિક ગુણો તરફ વાળ્યા હતા. સ્વામીશ્રી મંસ્થાના દરેક સમૈયાના કાર્યક્રોમને સફળ બનાવવા માર્ગદર્શન પુરુ પાડયું હતું, સ્વામીશ્રીના ગુરુ બંધુ ડો. સતવલ્લભસ્વામીનો પુર્ણ સહયોગ અને માર્ગદર્શન તેમને મળતુ હતું. સ્વામીશ્રીની કાર્યપ્રણાલીથી ખુદ પૂ.1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ કોઠારી દેવ પ્રકાશ સ્વીમી ઉપરાંત વડિલ સંતો અને હરિભક્તો સૌ કોઇ પ્રભાવીત થયા હતા. નેશન ગુજરાતની ટીમ વતી પૂ.સ્વામીશ્રીને હ્રદયપુર્વક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.