Related Posts
સાબરકાંઠામાં જાદરને તાલુકો જાહેર કરવાની માંગને લઈને ભારતીય જનતા પાર્ટીના વિધાયક રમણ વોરા સામે સોશિયલ મીડિયામાં વિરોધ યથાવત છે.ગ્રામ્ય વિસ્તારોના લોકોએ સોશિયલ મીડિયા ગ્રુપમાંથી રમણ વોરાને રિમૂવ કરી દીધા છે.
ગ્રુપ એડમિન દ્વારા વોરાની હાકલપટ્ટી લગાવવામાં આવી હોવાની માહિતી છે. આ પગલાં બાદ કેટલીક જગ્યાએ વોરાને ફરી ગ્રુપમાં જોડવા અપીલ પણ થઈ રહી છે.સૂત્રો અનુસાર રમણ વોરાએ જાદરના કાર્યકરોને ગાંધીનગર બોલાવ્યા હતા અને ત્યાં પક્ષ વિરુદ્ધના મેસેજ કર્યા હોવાનો પણ આક્ષેપ છે. સ્થાનિક યુવાનો આગામી ચૂંટણીમાં બહિષ્કાર કરવાની ચીમકી આપી રહ્યા છે.