‘રશિયાએ ચેર્નોબિલમાં ન્યુક્લિયર રિએક્ટર પર હુમલો કર્યો’, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો મોટો દાવો

By: nationgujarat
14 Feb, 2025

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે રશિયાએ ચેર્નોબિલમાં પરમાણુ રિએક્ટર પર ડ્રોન વડે હુમલો કર્યો છે.યુક્રેનનું કહેવું છે કે રશિયાનું એક ડ્રોન ચેર્નોબિલના પરમાણુ પ્લાન્ટની ઢાલ પર પડ્યું છે. જોકે, રશિયન ડ્રોન હુમલા બાદ પ્લાન્ટમાં રેડિયેશનનું સ્તર સામાન્ય છે.ઝેલેન્સકીએ આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવી અને પરમાણુ સ્થળોને નિશાન બનાવવાને ખતરનાક ગણાવ્યું. જો કે, રાષ્ટ્રપતિ ઝેલેન્સકી તરફથી હુમલાની પુષ્ટિ કર્યા પછી, ફાયર સેફ્ટી અધિકારીઓએ કહ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.


Related Posts

Load more