દાદા’નું બજેટ; એક ક્લિકમાં વાંચો તમામ મોટી યોજના અને જાહેરાત

By: nationgujarat
20 Feb, 2025

ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નાણામંત્રી કનુ દેસાઇએ રાજ્યનું વર્ષ 2025-26નું 3 લાખ 70 હજાર 250 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સામાન્ય બજેટમાં રાજ્યની જનતાને અનેક મોટી યોજનાઓ અને જાહેરાતો કરવામાં આવી છે. જેમાં ગરીબ લોકોને ઘરનું ઘર બનાવવા માટે સરકારે બજેટમાં મોટી જાહેરાત કરી છે. આવાસ યોજનાની સહાયમાં 50 હજાર રૂપિયાનો વધારો કરાયો હતો. પહેલા આવાસ યોજના માટે 1.20 લાખ રૂપિયાની સહાય અપાતી હતી. હવે આવાસ યોજના માટે 1.70 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

  • ગરીબ અને વંચિતોના વિકાસ માટે આવાસ અને અન્ન સુરક્ષાને પ્રોત્સાહન

  • ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે 3 લાખથી વધુ આવાસો બનાવાશે

  • આવાસ સહાય માટે 1.20 લાખને બદલે 1.70 લાખ રૂપિયાની સહાય અપાશે

  • ગરીબોને રાહત દરે ખાદ્યસામગ્રીના વિતરણથી પોષણ પર ભાર અપાશે

  • પોષણયુક્ત ગુજરાત માટે 8,500 કરોડની જોગવાઈ

  • 32,277 શાળાઓને  પૌષ્ટિક આહાર માટે 217 કરોડની જોગવાઈ

  • સેન્ટ્રલાઈઝ કિચન માટે 551 કરોડની જોગવાઈ

  • દરેક તાલુકામાં સેન્ટ્રાઈલઝ કિચનની સ્થાપના કરાશે

  • સેન્ટ્રાઈલઝ કિચનમાં બનતું ભોજન શાળાનાં બાળકોને અપાશે

  • શાળામાં બનતું મધ્યાહન ભોજન હવેથી સેન્ટ્રાઈઝ કિચનમાં બનશે

  • દિવ્યાંગોને વાર્ષિક 9 હજાર રૂપિયાની સહાયની જોગવાઈ

  • 81 હજારથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ

  • આદિજાતી શિષ્યવૃત્તિ સહાય આપવા 4,827 કરોડની જોગવાઈ

  • કરાઈ ખાતે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ કોમ્પલેક્ષની સુવિધા ઊભી કરાશે

  • ITIને અદ્યતન બનાવીને 5 લાખ તાલીમાર્થીઓને તાલીમ અપાશે

  • 4 ઝોનમાં આઈ-હબની સ્થાપના કરવામાં આવશે

  • LD એન્જિનિયરિંગ સહિત 6 સંસ્થાઓમાં AI લેબ સ્થપાશે

  • MSME ટેક્સટાઈલને વિકસાવવા માટે પર વધુ ભાર અપાશે

  • MSME, સ્ટાર્ટઅપ એકમોની સહાય માટે 3600 કરોડની જોગવાઈ

  • ટેક્સટાઈલ એકમોને સહાય માટે 2 હજાર કરોડની જોગવાઈ

  • આદિજાતી અને પછાત વર્ગની મહિલાઓને 10 લાખ સુધીની લોન

  • આદિજાતી મહિલાઓને 7 ટકાના દરે 10 લાખની લોન મળશે

  • 1 વર્ષમાં 18 કરોડ 63 લાખ પ્રવાસીઓ ગુજરાત ફરવા આવ્યા

  • હોટલ, પરિવહન, હસ્તકલા ક્ષેત્રે મોટા પાયે રોજગારીના સર્જનની તકો

  • પ્રવાસન વિભાગને વધુ વિકસાવવા 6,505 કરોડ રૂપિયાની જોગવાઈ

  • અંબાજી ધામના વિકાસ માટે 180 કરોડ રૂપિયાની જોગવાઈ

  • ખેડૂતો માટે રાજ્ય સરકાર હંમેશાં રહી છે સંવેદનશીલ

  • રાતના ઉજાગરામાંથી મુક્ત કરીને દિવસે વીજળી અમલમાં મૂકી

  • 16,683 ગામોમાં દિવસે વીજળી આપવાનું કામ પૂર્ણ

  • 97 ટકા ગામોમાં ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ

  • કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા 3થી વધારીને 5 લાખ

  • ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે 5 લાખના ધિરાણમાં રાહત આપવા 1252 કરોડની જોગવાઈ

  • ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીમાં 1 લાખ રૂપિયાની સહાય

  • ખેત ઓજારોમાં સહાય માટે 1612 કરોડ રૂપિયાની જોગવાઈ

  • ખેતરની ફરતે ફેન્સિંગ બનાવવા માટે 500 કરોડની જોગવાઈ

  • મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે 1622 કરોડ રૂપિયાની જોગવાઈ

  • 2 લાખ માછીમારોને યાંત્રિક બોટ સહિતની સુવિધાઓનો લાભ મળશે

  • મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસ  માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય

  • ખેતીની જમીન પર મત્સ્ય ઉદ્યોગ માટે બિનખેતીની મંજૂરી લેવી નહીં પડે

  • ગીર ગાયના સંવર્ધન માટે પોરબંદરમાં અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરાશે

  • નમો લક્ષ્મી યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થિનીઓને લાભ મળ્યો

  • વધુમાં વધુ લખપતિ દીદીઓ બનાવવા માટે સરકારનું લક્ષ્ય

  • સખી સહાય યોજના માટે 100 કરોડની જોગવાઈ

  • સખી સહાય યોજના હેઠળ મહિલાઓને પગભર બનાવાશે

  • ઉજ્જવલા યોજનામાં રાહત માટે 300 કરોડ રૂપિયાની જોગવાઈ

  • અકસ્માત યોજના હેઠળ 2 લાખને બદલે 4 લાખની સહાય મળશે

  • સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં સ્પેશિયલ ઝોન વિકસાવાશે

  • રિઝિયોનલ ઈકોનોમિક ઝોન બનાવીને તમામ જિલ્લાનો વિકાસ કરાશે

  • અમદાવાદ, વડોદરા ઉપરાંત દરિયાકાંઠાના જિલ્લાઓના વિકાસ પર ભાર

  • કચ્છમાં 37 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટની સ્થાપના પ્રગતિ હેઠળ

  • સ્પેશિયલ કોરિડોર માટે 1,020 કરોડ રૂપિયાની જોગવાઈ

  • ડીસાથી પીપાવાવ નમો એક્સપ્રેસ હાઈવે બનાવવાની જાહેરાત

  • દાહોદમાં ગ્રીન ફીલ્ડ એરપોર્ટ બનાવવાની જાહેરાત

  • શહેરોમાં સુખાકારી વધારવા માટે શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવાશે

  • 2 દાયકાથી શહેરોમાં ભૌતિક અને આધુનિક પરિવહન સુવિધાઓ વધી

  • શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત 30,325 કરોડની જોગવાઈ

  • શહેરી વિકાસ વિભાગના બજેટમાં 40 ટકાનો માતબર વધારો કરાયો

  • ગુજરાતની 69 નગરપાલિકાઓને અપગ્રેડ કરવામાં આવશે

  • સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું 55 ટકા કામ પૂર્ણ થયું

  • સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 2,730 કરોડની જોગવાઈ

  • રાજ્યમાં 2,060 નવી ST બસો ખરીદવા 1128 કરોડની જોગવાઈ

  • શ્રમિકોને પરિવહનમાં સરળતા માટે 400 મિની બસ ખરીદશે સરકાર

  • અમદાવાદ મેડિસિટીમાં નવી ન્યુરોલોજી ઈન્સ્ટિટ્યુટ સ્થપાશે

  • વન અને પર્યાવરણ વિભાગ માટે 3,140 કરોડની જોગવાઈ

  • પેન્શનર્સની હયાતીની ખરાઈ માટે હવે ઓનલાઈન સુવિધા મળશે

  • પેન્શનર્સની હયાતીની ખરાઈ માટે બેંક, પોસ્ટ ઓફિસ નહીં જવું પડે

  • હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં વહીવટી સુધારણા પંચ સ્થપાશે

  • વર્ષ 2025-26ના બજેટનું કદ 3 લાખ 70 હજાર 250 કરોડ

  • આદિજાતિ વિકાસના વિભાગ માટે 5,120 કરોડની જોગવાઈ

  • 3 લાખ આદિજાતિ વિદ્યાર્થીઓને પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ માટે 755 કરોડ

  • ડોલવણ, ખેરગામ, નેત્રંગ અને સંજેલીમાં નવી એકલવ્ય મોડેલ સ્કૂલ સ્થપાશે

  • ધો.1થી 8ના 12 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે 108 કરોડ

  • શ્રમ અને રોજગાર વિભાગ માટે 2,782 કરોડ રૂપિયાની જોગવાઈ

  • શ્રમિક બસેરા માટે 200 કરોડ રૂપિયાની જોગવાઈ

  • અન્નપૂર્ણ યોજના માટે 90 કરોડ રૂપિયાની જોગવાઈ

  • શિક્ષણ વિભાગ માટે 59,999 કરોડ રૂપિયાની જોગવાઈ

  • શાળાઓમાં 25 હજારથી વધુ વર્ગખંડો બનાવવા માટે 2,914 કરોડ

  • નમો સરસ્વતી સાધના યોજના માટે 250 કરોડ રૂપિયાની જોગવાઈ

  • 22 હજારથી વધારે શિક્ષકોની ભરતીની પ્રક્રિયા પ્રગતિ હેઠળ

  • આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગ માટે 23,385 કરોડની જોગવાઈ

  • GMERS મેડિકલ હોસ્પિટલો માટે 1,392 કરોડની જોગવાઈ

  • મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 7,668 કરોડની જોગવાઈ

  • ગંગા સ્વરૂપા બહેનોને પેન્શન માટે 3,015 કરોડની જોગવાઈ

  • ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને 1250 રૂપિયા અપાય છે સહાય

  • અન્ન નાગરિક પુરવઠા વિભાગ માટે 2,712 કરોડની જોગવાઈ

  • રમતગમત, યુવા, સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ માટે 1,093 કરોડ

  • NFSA રેશન કાર્ડ ધારકોને તુવેર દાળ-ચણા વિતરણ માટે 767 કરોડ

  • NFSA લાભાર્થી કુંટુંબોને 1 વર્ષમાં 2 વાર રાહત દરે ખાદ્યતેલ આપવા 160 કરોડ

  • માર્ગ-મકાન વિભાગ માટે 24,705 કરોડ રૂપિયાની જોગવાઈ

  • CM ગ્રામસડક યોજનાનાં કામો માટે 5 હજાર કરોડની જોગવાઈ

  • શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ

  • ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 2,730 કરોડની જોગવાઈ

  • PM આવાસ યોજના 2.0 માટે 1,350 કરોડની જોગવાઈ

  • 2 લાખથી વધુ આવાસો બનાવવા 1,795 કરોડની જોગવાઈ

  • ગામતળની જમીન ન હોય તો ઘર માટે પ્લોટ ખરીદવા 1 લાખ સુધીની સહાય

  • જળસંપત્તિ પ્રભાગ માટે 13,366 કરોડની જોગવાઈ

  • ડેમ સેફ્ટી માટે 501 કરોડ રૂપિયાની જોગવાઈ

  • સાબરમતી નદી પર 14 વિયર બેરેજ બનાવવા 750 કરોડ

  • ભરૂચની ભાડભૂત યોજના માટે 876 કરોડની જોગવાઈ

  • સરદાર સરોવર યોજનાનાં કામો માટે 5,979 કરોડની જોગવાઈ

  • અમદાવાદ જિલ્લાનાં નળકાંઠાનાં ગામોમાં સિંચાઈ સુવિધા વધારવા 875 કરોડ

  • દિયોદરનાં 14 ગામો અને સાંતલપુરનાં 11 ગામોમાં પાઈપલાઈન માટે 100 કરોડ


Related Posts

Load more