ગેનીબેનના પાલવમાંથી ભાજપે સીટ આચંકી, ભાજપા પ્રમુખના નિવેદન મામલે ઋષી ભારતી બાપુએ શું કહ્યુ જાણો

By: Nation Gujarat Team
01 May, 2026

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચાચેય દિશામાં ભાજપની જીત થઇ છે, પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં પ્રથમ ચૂંટણી હતી જેમાં ભાજપની ઐતિહાસીક જીત થઇ છે અને મતદાન પહેલા જ 730 જેટલી બેઠકો બીનહરિફ થઇ હતી. ત્યારે ચૂંટણીના પરિણામ ભાજપ તરફી સ્પષ્ટ આવતા ભાજપે વિજયોત્સવ કાર્યક્રમ યોજ્યો હતો. ગઇકાલે બનાસકાંઠાના પાલનપુરમાં  ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વિજયોત્સવ થકી કાર્યકર્તાઓનો આભાર માટેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જગદીશવિશ્વકર્માએ તેમના સંબોધનમાં નામ લીધા વગર ગેનીબેન પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમના નામ લીધા વગર કહ્યુ કે બનાસની બહેનની સાડીના પાલવમાંથી ભાજપે આ વખતે સીટ આચંકી લીધી છે હવે આ નિવેદનને લઇ ઠાકોર સમાજમાં રોષ જોવા મળ્યો છે. બનાસની બહેનનું સન્માન છે પણ તેમને નારી વંદના અધિનીયમ બિલનો વિરોધ કર્યો છે તે ગુજરાત અને દેશની મહિલાઓ ક્યારેય નહી ભુલે હવે પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્માના નિવેદમાં વિરોધનો વંટોળ સાધુ-સંતોમાં જોવા મળે છે. થરાદમાં યોજાયેલા સમુહ લગ્ન કાર્યક્રમમાં ઋષીભારતી બાપુએ નિવેદન કર્યુ  કે રાજકીય પક્ષના પ્રમુખોને બોલવાનું ભાન નથી. ગેનીબેન પર આપેલ નિવેદન નારી શક્તિનું અપમાન છે. નારીના પાલવ સુધી હાથ નાખવાની વાત અભદ્ર કહેવાય.માતૃશક્તિના  અપમાન બદલ સમાજે વિરોધ કરવો જોઇએ તેમ અપીલ કરી હતી. ભાજપના પ્રમુખના નિવેદનથી સમાજ અને સાધુ-સંતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

આ મામલે કોંગ્રેસે પણ વિરોધ કરવાનો મોકો મળ્યો છે કોંગ્રેસના ધારાસભ્ય  તેમજ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કરીને વિરોધ નોંધાવ્યો અને કહ્યુ કે આ ભાજપનો અંહકાર છે.


Related Posts

Load more