Gastric Headache: ગેસના કારણે માથું દુખતું હોય તો ટ્રાય કરો આ ઘરેલુ ઈલાજ,

By: Nation Gujarat Team
18 Mar, 2026

Gastric Headache Signs And Home Remedies: માથામાં થતા તીવ્ર દુખાવાનું કારણ ઘણી વખત પેટમાં વધેલો ગેસ પણ હોય છે. ખાવા પીવાનો સમય બદલી જાય કે પછી પાચન બગડે તેવી વસ્તુ ખવાઈ ગઈ હોય તો પેટમાં ગેસ અને બ્લોટીંગ થઈ જાય છે. આ ગેસ જ્યારે વધી જાય તો તેના કારણે માથામાં દુખાવો પણ થવા લાગે છે. અનેક લોકો એવા હશે જેમને ગેસના કારણે માથામાં દુખાવો થતો હોય. આ સમસ્યાને ગેસ્ટ્રીક હેડેક કહેવાય છે . ગેસના કારણે માથામાં ભયંકર દુખાવો થાય છે આ દુખાવો એવો હોય છે જે પેટનો ગેસ ન મટે ત્યાં સુધી મટતો નથી. પેટનો ગેસ અને માથાનો દુખાવો બંને મટાડે તેવા 5 ઘરેલુ ઉપાય વિશે આજે તમને જણાવીએ.

ગેસના કારણે માથું શા માટે દુખે ?

કોઈપણ કારણસર જ્યારે પેટમાં ગેસ વધવા લાગે ત્યારે પેટનો ગેસ આપણી નર્વસ સિસ્ટમ પર પ્રેશર બનાવે છે. સામાન્ય રીતે તો પેટના ગેસના કારણે પેટ અને પેટના નીચેના ભાગમાં દુખાવો થતો હોય છે પરંતુ ઘણી વખત તેના કારણે માથામાં દુખાવો અને ભારેપણાનો અનુભવ પણ થાય છે. જ્યારે પણ ગેસ અને અપચાના કારણે માથું દુખવા લાગે તો આ પાંચ ઘરેલુ ઉપાય માંથી કોઈ એક અપનાવો જોઈએ. આ ઘરેલુ ઉપાયની મદદથી પેટનો ગેસ અને માથાનો દુખાવો બંને થી રાહત મળી શકે છે.

હિંગનું પાણી 

હિંગ આપણા રસોડાનો એવો મસાલો છે જે પેટના ગેસની સમસ્યા માટે રામબાણ ગણાય છે. હિંગનો ઉપયોગ જો સાચી રીતે કરવામાં આવે તો 5 મિનિટમાં જ પેટનો ગેસ ગાયબ થઈ શકે છે. તેના માટે એક ગ્લાસ હુંફાળું પાણી લઈ તેમાં એક ચપટી હિંગ મિક્સ કરો અને પછી આ પાણી પી જાઓ. જો પેટમાં વધારે ગેસ થઈ ગયો હોય તો હિંગમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવો અને આ પેસ્ટને નાભીની આસપાસ લગાવી દો. પાંચ મિનિટમાં જ તમને ગેસથી રાહત મળી જશે

ફુદીનાનું પાણી 

ફુદીનો પણ પાચન સુધારે છે અને પેટના ગેસથી રાહત આપવાનું કામ કરે છે. જો તમને ગેસ થયો હોય અને તેના કારણે માથું ભારે લાગતું હોય તો ફુદીનાનો ઉપયોગ આ રીતે કરો તેનાથી પાંચ મિનિટમાં જ પેટનો ગેસ છૂટો પડી જશે. એક કપ પાણી ગરમ કરો અને તેમાં થોડા ફુદીનાના પાન ઉમેરી અડધી ચમચી વરિયાળી પણ ઉમેરી દો. પાણીને પાંચ મિનિટ ઉકાળો અને પછી ગાડીને ગરમ હોય ત્યારે જ પી લો.

તુલસીના પાન 

પેટમાં ગેસ વધી ગયો હોય અને તેના કારણે માથું દુખવા લાગે તો તુલસીના પાનનો ઉપયોગ પણ કરી શકો છો. તુલસીના સાતથી આઠ પાન તોડી તેને સારી રીતે પાણીથી ધોઈને ધીરે ધીરે ચાવીને તેનો રસ ગળે ઉતારો. તુલસીના પાન ચાવીને ખાવાથી મસલ્સ રિલેક્સ થાય છે અને પેટના ગેસથી રાહત મળવા લાગે છે સાથે જ માથાનો દુખાવો પણ મટે છે.

છાશ

જો તમને વારંવાર ગેસ થતો હોય અને તેના કારણે માથામાં દુખાવો પણ થતો હોય તો દિવસમાં બે વખત છાશ પીવાનું શરૂ કરો. છાશમાં તમે સંચળ અને શેકેલા જીરુંનો પાવડર ઉમેરી શકો છો. જીરું પાવડર વાળી છાશ પીવાથી ગેસ અને માથાના દુખાવાની સમસ્યાથી રાહત મળી શકે છે.

લીંબુ પાણી 

લીંબુ અનેક રોગનો ઈલાજ છે. લીંબુમાં એવા તત્વો હોય છે જે માથાના દુખાવાથી રાહત આપવામાં મદદ કરે છે. ગેસ અને માથાના દુખાવાની સમસ્યા હોય ત્યારે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં લીંબુ નીચોવો અને આ પાણી પી જવું. આ પાણી પીધાની સાથે જ ઓડકાર આવી જશે અને પેટનો ગેસ બહાર નીકળી જશે. સાથે જ માથાનો દુખાવો પણ ધીરે ધીરે મટી જશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. nationgujarat.com તેની પુષ્ટિ કરતું નથી.)


Related Posts

Load more