PL 2024, RCB vs SRH: IPL 2024માં આજે (15 એપ્રિલ, સોમવાર) રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. આ ટૂર્નામેન્ટની 30મી મેચ છે, જે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ બંને ટીમો માટે ઘણી મહત્વની રહેશે. એકબાજુ બેંગલુરુ સિઝનની તેની બીજી જીત મેળવીને પ્લેઓફની રેસમાં પોતાને જાળવી રાખવા માંગશે, જ્યારે હૈદરાબાદ જીત મેળવીને પોતાને ટોપ-4માં જાળવી રાખવાનો પ્રયાસ કરશે.
બેંગલુરુએ અત્યાર સુધી 6 મેચ રમી છે, જેમાં તેણે માત્ર 1માં જ જીત મેળવી છે. બીજીબાજુ હૈદરાબાદે 5 મેચ રમ્યા બાદ 3માં જીત મેળવી છે. હૈદરાબાદે ગત મેચમાં પંજાબ કિંગ્સને 2 રને હરાવ્યું હતું. જ્યારે બેંગલુરુ છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 7 વિકેટે હાર્યું હતું. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આજની મેચ માટે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન અને મેચની આગાહી શું હોઈ શકે છે. વળી, ચિન્નાસ્વામીની પિચ કેવી રીતે વર્તશે?
પીચ રિપોર્ટ
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે સ્વર્ગ કહેવાય છે. અહીં બોલરો વચ્ચે ઘણી સ્પર્ધા છે અને મોટા ટોટલ જોવા મળે છે. જોકે પાછળથી બેટિંગ કરનારી ટીમોને વધુ ફાયદો થાય છે. આ સિઝનમાં અહીં રમાયેલી પ્રથમ બે મેચમાં પાછળથી બેટિંગ કરનારી ટીમોએ જીત મેળવી છે. 25 માર્ચે રમાયેલી મેચમાં, બેંગલુરુએ લક્ષ્યનો પીછો કરતી વખતે પંજાબ સામે વિજય નોંધાવ્યો હતો. આ પછી કોલકાતાએ RCB સામેના ટાર્ગેટનો પીછો કરીને 29 માર્ચે રમાયેલી મેચ જીતી લીધી હતી.
મેચ પ્રિડિક્શન
સનરાઇઝર્સ હૈદરાબાદે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મ બતાવ્યું છે. ટીમે પાંચમાંથી ત્રણ મેચ જીતી છે. જ્યારે, બેંગલુરુ 6 મેચ રમ્યા બાદ માત્ર એક મેચ જીતવામાં સફળ રહ્યું છે. જો કે આજે હોમ ગ્રાઉન્ડ પર રમાનારી મેચમાં RCB વાપસી કરી શકે છે. પરંતુ અમારું અનુમાન મીટર કહે છે કે આજની મેચમાં હૈદરાબાદની ટીમ આરસીબી પર પ્રભુત્વ જમાવશે.
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લેૉરની સંભવિત પ્લેઇંગ ઇલેવન –
વિરાટ કોહલી, ફાફ ડૂ પ્લેસીસ (કેપ્ટન), વિલ જેક, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ/કેમ ગ્રીન, મહિપાલ લૉમરોર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), રીસ ટોપલી, વિજયકુમાર વિશાક, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.
ઈમ્પેક્ટ પ્લેયર- સૌરવ ચૌહાણ.
સનરાઇઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરામ, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન) , ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી નટરાજન.
ઈમ્પેક્ટ પ્લેયર- રાહુલ ત્રિપાઠી/મયંક અગ્રવાલ.