Breaking News

રાજ્યમાં આ લોકોના રાશન કાર્ડ થશે રદ, સેંકડો લોકોને આપવામાં આવી નોટિસ

By: nationgujarat
05 Aug, 2025

રાજ્યમાં આર્થિક રીતે સક્ષમ લોકોના રાશનકાર્ડ રદ કરવામાં આવશે. રાજ્યના સેંકડો આર્થિક રીતે સક્ષમ રાશનકાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવી છે.  લેન્ડ રેકોર્ડ અને IT રીટર્નના આધારે રાશનકાર્ડ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આવક મર્યાદા છૂપાવીને સસ્તું અનાજ મેળવનારા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઇન્કમટેક્સ રિટર્ન ભર્યાના આધારે નોટિસ આપવાની સાથે કાર્ડ રદ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

જિલ્લા પુરવઠા અધિકારીઓએ રાશન કાર્ડ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. EKYC બાદ વિગતો સામે આવતા કેન્દ્રની સૂચનાથી પ્રક્રિયા શરૂ કરાઈ છે. BPL, APL કાર્ડ ધારકોની ચકાસણી કર્યા બાદ હવે પુરાવા આપવા, ચકાસવા નોટિસ અપાઈ છે. લેન્ડ રેકોર્ડ અને IT રિટર્નના આધારે રાશનકાર્ડ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આવકમર્યાદા છૂપાવીને સસ્તું અનાજ મેળવતા લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાઈ હતી. ઇન્કમટેક્સ રિટર્ન ભર્યાના આધારે નોટિસ આપવાની કામગીરી શરૂ કરાઈ છે. જિલ્લા પુરવઠા અધિકારીઓ દ્વારા નોટિસ આપી રાશનકાર્ડ રદ કરવાની પ્રક્રિયા શરૂ  કરાઈ છે.

રાશનકાર્ડ માટે કેવી રીતે અરજી કરવી?

રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરવાની ઘણી રીતો છે. આજકાલ કોઈ પણ વ્યક્તિ લાંબી લાઈનમાં કલાકો વિતાવવા માંગતું નથી. કોઈ પણ વ્યક્તિ માટે સરકારી ઓફિસમાં જવું સરળ નથી. આ કારણોસર દરેક વ્યક્તિ ઓનલાઈન અરજી કરવાનું વિચારે છે. તમે તમારા રાજ્યના સરકારી પોર્ટલ પર જઈને પણ અરજી કરી શકો છો. અથવા તમે ઉમંગ એપ દ્વારા ઓનલાઈન પણ અરજી કરી શકો છો.

ઉમંગ એપ કેવી રીતે ડાઉનલોડ કરવી?

એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર્સ ગુગલ પ્લે સ્ટોર પરથી ઉમંગ એપ ડાઉનલોડ કરી શકે છે. આઈફોન યુઝર્સ એપલ એપ સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરી શકે છે. તમે આ એપ દ્વારા ઘણી બધી વસ્તુઓ કરી શકો છો. EPFO સંબંધિત માહિતી હોય કે જન્મ પ્રમાણપત્ર મેળવવું, આ એપ પર બધું જ કામ થાય છે.

આ સ્ટેપને ફોલો કરો

રાશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવા માટે સૌ પ્રથમ તમારા ફોનમાં ઉમંગ એપ ડાઉનલોડ કરો. તમે મોબાઈલ નંબર દ્વારા તેના પર નોંધણી કરાવી શકો છો.

એપ ખોલતાની સાથે જ તમે હોમ પેજ પર પહોંચી જશો. આ પછી તમારે Services સેક્શન પર ક્લિક કરવું પડશે.

તમને નીચે ડાબી બાજુ આ વિકલ્પ મળશે.

આ પછી નીચે સ્ક્રોલ કરો અને નીચે આવો અને પછી Utility Services  સેક્શન હેઠળ તમને રાશન કાર્ડ સંબંધિત ઘણા વિકલ્પો મળશે.

તમારે Apple Ration Card પર ક્લિક કરવું પડશે.

હવે તમારું રાજ્ય પસંદ કરો અને પછી પૂછવામાં આવતી વિગતો ભરો.

તમારે તમારી અંગત વિગતો જેમ કે નામ, પિતાનું નામ અને જન્મ તારીખ દાખલ કરવી પડશે.

આ પછી તમારે સરનામું ભરવું પડશે. પછી તમારે અન્ય વિગતો આપવી પડશે.

અંતે તમારે દસ્તાવેજો અપલોડ કરવા પડશે. આ પછી તમે સબમિટ બટન પર ક્લિક કરીને બધી વિગતો સબમિટ કરી શકો છો.


Related Posts

Load more