Rashifal 5 May 2026 : દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો દિવસ સુખદ અને સફળ રહે. ગ્રહોની બદલાતી ચાલ અને નક્ષત્રોની સ્થિતિ આપણા જીવન પર સીધી અસર કરે છે. આજે તારીખ 5 મે, 2026 ના રોજ મેષથી લઈને મીન સુધીની તમામ 12 રાશિઓ માટે કેવો રહેશે દિવસ? કઈ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવું પડશે અને કોના માટે નવી સંપત્તિ ખરીદવાના યોગ બની રહ્યા છે? તો ચાલે જાણીએ એસ્ટ્રોલોજર મોનાલી સોનીનું શું કહેવું છે..
મેષ (Aries): આજે સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી અને ખાન-પાન પર વિશેષ ધ્યાન આપવું. રાજનીતિ ક્ષેત્રે જોડાયેલા લોકોને મોટું પદ મળવાની શક્યતા છે. કાર્યક્ષેત્રમાં ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું, અન્યથા મનમાં ભય રહી શકે છે.
વૃષભ (Taurus): સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. ભૌતિક સુખ-સુવિધાઓની ખરીદી માટે સારો દિવસ છે. પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગ કે પાર્ટીનું આયોજન થઈ શકે છે. નવા કાર્યની શરૂઆત માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે.
મિથુન (Gemini): આજે દરેક કાર્યમાં સાવધાની રાખવી અને જોખમી કામોથી દૂર રહેવું. ઘરના સમારકામ કે સુધારા અંગે વિચારી શકો છો. સામાજિક કાર્યક્રમોમાં સહભાગી થવાથી તમારી લોકપ્રિયતા વધશે.
કર્ક (Cancer): આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ ઘણો લાભદાયી છે. લાંબા સમયથી અટકેલા નાણાં પરત મળતા આર્થિક સ્થિતિ સુધરશે. અવિવાહિત લોકો માટે લગ્ન પ્રસ્તાવ કે પ્રિય વ્યક્તિ સાથે મુલાકાતના યોગ છે.
સિંહ (Leo): મિશ્ર ફળ આપતો દિવસ રહેશે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં રુચિ વધશે. લેવડ-દેવડમાં ખાસ કાળજી રાખવી અને કોઈને ઉધાર નાણાં આપવાનું ટાળવું. કાયદાકીયૂ ગૂંચવણોમાં જાણકારની સલાહ લેવી હિતાવહ છે.
કન્યા (Virgo): નવી મિલકત કે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે ઉત્તમ સમય છે, જે ભવિષ્યમાં મોટો નફો કરાવી શકે છે. સામાજિક જવાબદારીઓ પૂરી કરશો. માતા-પિતાના સહયોગથી અટકેલા કાર્યો પૂર્ણ થશે.
તુલા (Libra): આજે પારિવારિક જવાબદારીઓનો બોજ વધી શકે છે, જેના કારણે માનસિક તણાવ અનુભવાય. પરિવારના સભ્યોને આપેલા વચનો પૂરા કરવાનો પ્રયાસ કરજો. કાર્યસ્થળે વાણી પર સંયમ રાખવો જરૂરી છે.
વૃશ્ચિક (Scorpio): રાજકીય ક્ષેત્રે પ્રગતિના સમાચાર મળશે. તમારી લાંબા સમયની કોઈ ઈચ્છા આજે પૂરી થઈ શકે છે. માન-સન્માન વધશે. જરૂરિયાતના સમયે સાસરી પક્ષ તરફથી આર્થિક મદદ મળી રહેશે.
ધન (Sagittarius): પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. મિલકતના વિવાદોમાં શાંતિ અને શિસ્ત જાળવવી. નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે. જૂની ઉઘરાણી કે વ્યવહારોના કારણે થોડી ચિંતા થઈ શકે છે.
મકર (Capricorn): આજે તમારા પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. જીવનસાથી તરફથી સુંદર ભેટ મળી શકે છે. વ્યવસાયિક હેતુ માટે કરેલી ટૂંકી યાત્રા આર્થિક રીતે ફાયદાકારક સાબિત થશે.
કુંભ (Aquarius): આર્થિક સ્થિતિ મજબૂત કરવાના તમારા પ્રયત્નો સફળ થશે. જો કોઈ પ્રોપર્ટીની ડીલ કરી રહ્યા હોવ, તો તેના દસ્તાવેજોની બરાબર તપાસ કરી લેવી. એકંદરે સન્માનજનક દિવસ રહેશે.
મીન (Pisces): રચનાત્મક અને કલાત્મક કાર્યોમાં સફળતા મળશે. ભૌતિક સાધનો પાછળ ખર્ચ થઈ શકે છે. અંગત વાતો કે ભવિષ્યના આયોજનો કોઈની સાથે શેર ન કરવાની સલાહ છે.