Ram Mandir Ayodhya: રામ મંદિરમાં અત્યાર સુધી સૌથી વધુ દાન કોણે આપ્યું?

By: nationgujarat
25 Nov, 2025

Ram Mandir Ayodhya: અયોધ્યામાં રામ મંદિરના શિખર પર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભગવો ધ્વજ ફરકાવ્યો છે. આ ધ્વજારોહણ શ્રી રામ અને માતા સીતાના વિવાહ પંચમીના અભિજીત મુહૂર્તમાં થયું. આ ધ્વજારોહણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શો કરીને રામ મંદિર પહોંચ્યા છે. ધ્વજારોહણના આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત હજારો લોકો સામેલ થયા. રામ મંદિરમાં ફરકાવવામાં આવનાર ધ્વજ એ વાતનો પણ સંકેત હશે કે રામ મંદિરનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. રામ મંદિર પર ફરકાવવામાં આવનાર ધ્વજ 22 ફૂટ લાંબો અને 11 ફૂટ પહોળો છે.

આ ધ્વજ ફરકાવવાનું શુભ મુહૂર્ત બપોરે 11:58 થી 12:30 વાગ્યા સુધીનું છે, અને તેમાં કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા પછી અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ સમારોહની સાથે જ ઘણા લોકોએ રામ મંદિર માટે દાન કર્યું હતું. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે રામ મંદિરમાં અત્યાર સુધી સૌથી વધુ પૈસા કોણે દાન કર્યા છે.

રામ મંદિરમાં સૌથી વધુ કોણે કર્યું હતું દાન?
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઈટ મુજબ, આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ રામ મંદિર નિર્માણ માટે 11.3 કરોડનું દાન આપ્યું હતું. આ દાન રામ મંદિરને આપવામાં આવેલું સૌથી મોટું દાન હતું. મોરારી બાપુ ઉપરાંત અમેરિકા, કેનેડા અને બ્રિટનમાં તેમના અનુયાયીઓએ 8 કરોડનું વધુ દાન આપ્યું હતું. આ રીતે મોરારી બાપુની કુલ દાનની રકમ 18.6 કરોડ થઈ હતી. વળી, રામ મંદિરને દાનના રૂપમાં અત્યાર સુધીમાં 5,500 કરોડથી વધુ મળી ચૂક્યા છે.

રામ મંદિર ટ્રસ્ટ અનુસાર, ફક્ત જાન્યુઆરી 2024માં જ રામ ભક્તોએ બે દિવસમાં 3.17 કરોડનું દાન કર્યું હતું.

ગુજરાતના હીરા વેપારીએ 101 કિલો સોનું કર્યું હતું દાન
સુરતના પ્રસિદ્ધ હીરા વેપારી દિલીપ કુમાર વી. લક્ષી અને તેમના પરિવારે રામ મંદિર માટે 101 કિલો સોનું દાન કર્યું હતું. બજાર ભાવ મુજબ આ સોનાની કિંમત 68 કરોડ જણાવવામાં આવે છે. હીરા વેપારી તરફથી દાન કરાયેલા સોનાનો ઉપયોગ મંદિરના દરવાજા, ગર્ભગૃહ, ત્રિશૂળ, ડમરુ અને પિલર્સની સજાવટમાં કરવામાં આવ્યો છે.

અંબાણી પરિવારે પણ આપ્યું હતું દાન
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થયેલા મુકેશ અંબાણીએ મંદિર ટ્રસ્ટને 2.51 કરોડનું દાન આપ્યું હતું. તેમના પરિવારે પણ વ્યક્તિગત રીતે અલગ-અલગ સેવાઓમાં યોગદાન આપ્યું હતું.આ ઉપરાંત, રામ મંદિર ટ્રસ્ટ અનુસાર, 2022માં ફંડિંગ કેમ્પેઈન શરૂ થયા પછી દેશભરના લોકોએ પણ રામ મંદિર માટે ઉત્સાહપૂર્વક દાન કર્યું હતું. આ ફંડિંગ કેમ્પેઈન શરૂ થવાના પહેલા જ દિવસે દેશભરના રામ ભક્તોએ મંદિર નિર્માણ માટે 3 કરોડથી વધુ ની રકમ દાન કરી હતી


Related Posts

Load more