Related Posts
આમ આદમી પાર્ટી છોડનાર રાજ્યસભાના 7 સાંસદોને ભાજપમાં વિલય કરવાને મંજૂરી મળી ગઈ છે. આ સાથે ભાજપની રાજ્યસભા સાંસદોની સંખ્યા 113 થઈ ગઈ છે. ઈતિહાસમાં પ્રથમવાર ભાજપ આ આંકડા પર પહોંચ્યું છે. તો આમ આદમી પાર્ટી માટે આ મોટો ઝટકો છે અને તેના ઉપલા ગૃહમાં હવે માત્ર ત્રણ સાંસદો વધ્યા છે.
રાજ્યસભા સચિવાલયનું નોટિફિકેશન
રાજ્યસભા સચિવાલયે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં સામેલ થયેલા બધા સાંસદોને લઈને નોટિફિકેશન જારી કર્યું છે. તેમને ભાજપના સભ્યો ગણાવવામાં આવ્યા છે. હવે સંસદના ઉપલા ગૃહમાં ભાજપના સાંસદોની સંખ્યા 113 થઈ ગઈ છે. નોંધનીય છે કે રાઘવ ચડ્ઢાના નેતૃત્વમાં સાત સાંસદોએ બળવો કરી આમ આદમી પાર્ટીનો સાથ છોડી દીધો હતો.