Rajkot: શહેરમાં 16 થી 21 સપ્ટેમ્બર સુધી 6 દિવસ પાણીકાપ; નર્મદા પાઇપલાઇનમાં મેન્ટેનન્સની કામગીરી

By: Nation Gujarat Team
15 Sep, 2026

રાજકોટ શહેરમાં ભરચોમાસે નાગરિકો માટે પાણીના કાપના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં તારીખ 16 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી સતત છ દિવસ સુધી તબક્કાવાર પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં પાણીના કાપના સમાચાર

સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરને પાણી પૂરું પાડતી નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં જરૂરી રિપેરિંગ અને મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાથી આ નિર્ણય લેવાયો છે.શરૂઆતમાં 16 અને 17 સપ્ટેમ્બરે સામાકાંઠા વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે, જેમાં 16 તારીખે ઇસ્ટ ઝોનના વોર્ડ નંબર 5 અને 17 તારીખે વોર્ડ નંબર 4 માં પાણીકાપ રહેશે.

અલગ અલગ વિસ્તારોમાં 6 દિવસ પાણીકાપની જાહેરાત

ત્યારબાદ 18 સપ્ટેમ્બરે વોર્ડ 1, 2, 3, 7, 9, 10, 11, 12 માં રૈયાધાર, જ્યુબેલી, જંકશન પ્લોટ, ગાંધીગ્રામ અને મવડી વિસ્તારો પ્રભાવિત થશે. 19 સપ્ટેમ્બરે વોર્ડ 2, 4, 8, 9, 10, 11, 13, 15, 16 અને 18 ના 150 ફૂટ રિંગ રોડ, ચંદ્રેશનગર અને બેડીપરામાં પાણી નહીં આવે. 20 અને 21 સપ્ટેમ્બરે પણ શહેરના અન્ય તમામ ઝોનના વોર્ડ વિસ્તારોમાં તબક્કાવાર પાણીકાપ રહેશે. મનપા દ્વારા નાગરિકોને પાણીનો સંગ્રહ કરવા અને વિવેકપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.


Related Posts

Load more