Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?

By: nationgujarat
03 Jul, 2024

Mansukh Sagathia corruption: રાજકોટના પૂર્વ TPO મનસુખ સાગઠિયા પર ભ્રષ્ટાચારના આરોપો વધુ ગંભીર બન્યા છે. મંગળવારે ભ્રષ્ટાચારના પુરાવા બહાર આવ્યા બાદ, દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવેલા એક ખુલાસા મુજબ, કેટલાક રાજકીય નેતાઓ સાગઠિયા સાથે ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, એક પૂર્વ ધારાસભ્ય અને કોર્પોર્ટેર ક્રાઈમ બ્રાંચની કચેરીમાં સાગઠિયાને મળવા ગયા હતા. મુલાકાત દરમ્યાન તેમણે કેટલીક ગુપ્ત વાતચીત પણ કરી હતી. જોકે, રાજકોટ પોલીસ કમિશનર દ્વારા નિયુક્ત SIT આ મુલાકાતનો ઈન્કાર કરે છે.

જોકે, ક્રાઈમ બ્રાંચના CCTV ફૂટેજ ની તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવી શકે છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા આ બાબતે તપાસ કરાવે તો ઘણા ઉચ્ચ અધિકારીઓ સપડાઈ શકે છે.

દિવ્ય ભાસ્કર ના અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ નેતાઓએ ગેરકાયદેસર પ્રવૃત્તિ દ્વારા અબજો રૂપિયા કમાયા છે, જ્યારે સાગઠિયાએ કરોડો રૂપિયા કમાયા છે.

આ ગોટાળામાં રિયલ એસ્ટેટ સંબંધિત ઘણા નેતાઓ સામેલ હોવાનું જાણવા મળ્યું છે જેમણે FSI, TP કપાત, ફાઈનલ પ્લોટ વિવાદ, પસંદગીના સ્થળોએ કપાત મેળવવા સહિતના ગુનાઓ કર્યા હતા.

હાઈકોર્ટના આદેશ પર રચાયેલી સત્ય શોધક સમિતિ આ ગોટાળાની તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કરનાં દાવા મુજબ, સાગઠિયા દ્વારા કરવામાં આવેલી ગેરમાર્ગે દોરનારા કમાણીનો મોટો હિસ્સો મનપાના અધિકારીઓ, ધારાસભ્યો અને રાજકીય નેતાઓનો હતો.

આ ઘટના રાજકીય ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચાવ્યો છે અને આગામી દિવસોમાં ઘણા મોટા ખુલાસા થવાની શક્યતા છે.


Related Posts

Load more