Rajkot: ‘પાણી નહીં તો મત નહી’: રાજકોટમાં પાણી માટે આંદોલન , મનપા કચેરીએ લોકોનો વિરોધ

By: nationgujarat
06 Mar, 2024

Rajkot:  રાજકોટમાં ઉનાળા પહેલા જ પાણીનો કકળાટ શરૂ થઇ ગયો છે. શહેરના અંબિકા ટાઉનશીપના રહીશોએ પાણી માટે આંદોલન શરૂ કર્યું હતું. અલગ અલગ બેનરો સાથે લોકો મનપા કચેરી પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. 70થી વધુ સોસાયટીના રહીશોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

લોકોએ પાણી વિતરણમાં સેટ્ટિંગ બંધ કરવાના અને પાણી નહીં તો વેરો નહીંના સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોએ મનપા કચેરી સુધી બાઇક રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. અંબિકા ટાઉનશીપમાં નાની મોટી 70 કરતા વધુ સોસાયટીઓ આવેલી છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અંબિકા ટાઉનશીપના લોકો મનપા કચેરીમાં ધરણા પર બેઠા હતા. વારંવાર રજૂઆત છતા પ્રશ્નનું નિરાકરણ ન આવ્યાનો પણ લોકોએ આરોપ લગાવ્યો હતો.આ વિસ્તારમાં ઘણા સમયથી પાણીની સમસ્યા હોય અને દર વર્ષે પાણીની સમસ્યા સર્જાય છે. લોકો દ્વારા સ્વયંભૂ બાઈક રેલી કાઢી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે. અલગ અલગ બેનરો સાથે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. પાણી વિતરણમાં સેટિંગ બંધ કરો, પાણી નહીં તો વેરો નહીં,ઘરે નળ છે પીવા પાણી નથી, વાતે વાતે એક જ વાત પાણીનું ભ્રષ્ટાચાર બંધ કરો.

રાજકોટમાં જેટકો સર્કલ વોટર પ્લાન્ટ શરૂ થતા જ પાણી મળી શકે છે. 30 લાખ લીટરની ક્ષમતાવાળો પ્લાન્ટ તૈયાર છે. 42 કરોડના ખર્ચે પમ્પિંગ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે. કચ્છ, સૌરાષ્ટ્રમાં કડકડતી ઠંડીનો માર યથાવત છે. 7.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. તો 11.2 ડિગ્રી સાથે કેશોદ, 11.4 સાથે અમરેલી અને 11.5 ડિગ્રી મહુવા ઠંડીમાં ઠુંઠવાયું છે. રાજકોટ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રીથી નીચે તાપમાન બે દિવસના માવઠા બાદ અચાનકથી ઠંડીનો પારો ગગડતા હાડ થીજવતી ઠંડીમાં ગુજરાત ઠુંઠવાયું છે.  13 શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીની નીચે રહ્યો છે.

દેશના પહાડી રાજ્યોમાં હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં સીધી દેખાઈ રહી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ જેવા વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. એવું લાગે છે કે ઉત્તર ભારતમાં વિદાય લેતો શિયાળો હજુ ચાલુ રહેશે. હવામાન વિભાગ ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી રહ્યું છે. બુધવારે (6 માર્ચ) દિલ્હીમાં આકાશ વાદળછાયું રહેશે.


Related Posts

Load more