Rajkot Farmer Protest: પડધરીમાં ઉપવાસ આંદોલનનો બીજો દિવસ, સમર્થન વધ્યું

By: Nation Gujarat Team
18 Jul, 2026

Rajkot Farmer Protest: મોરબી બાદ હવે રાજકોટ જિલ્લામાં પણ ખાનગી વીજપોલ કંપની સામેનો ખેડૂતોનો આક્રોશ વકર્યો છે. પડધરી તાલુકામાં ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રતિક ધરણા અને ઉપવાસ આંદોલનનો આજે બીજો દિવસ છે. આ લડતને હવે ગામેગામથી સમર્થન મળી રહ્યું છે, જેના ભાગરૂપે આજે જેતપર ગામના આંદોલનકારીઓ અને ખેડૂત નેતાઓ ઉપવાસ પર બેસીને આંદોલનને વધુ વેગ આપ્યો છે.

Rajkot ના પડધરીમાં ઉપવાસ આંદોલનનો બીજો દિવસ

રાજકોટ જિલ્લાના પડધરી ખાતે ચાલી રહેલા આ આંદોલનની શરૂઆત ટ્રેક્ટર રેલી અને મામલતદારને આવેદનપત્ર આપ્યા બાદ કરવામાં આવી હતી. અગાઉ વરસાદના પગલે ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત હોવાથી આંદોલનમાં હાજરી પાંખી જોવા મળી હતી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે. ખેડૂત હિત રક્ષક સમિતિના રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આગામી ત્રણ દિવસ સુધી સવાર-સાંજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આંદોલનને મજબૂત બનાવશે.

ખેડૂતોની માગણીઓ

ખાનગી વીજપોલ કંપની સામે મોરબીમાં શરૂ થયેલી લડત હવે રાજકોટમાં પણ પ્રવેશ કરી ચૂકી છે. ખેડૂતો પોતાની ખેતીની જમીન અને વીજપોલના મામલે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આંદોલનકારી ખેડૂતોનું કહેવું છે કે આગામી સમયમાં આંદોલનની આગવી રણનીતિ નક્કી કરવામાં આવશે, જેથી સરકાર અને કંપની સુધી તેમની માગણીઓ પહોંચાડી શકાય. પડધરીમાં સતત બીજા દિવસે ઉપવાસ આંદોલન ચાલુ રહેતા સ્થાનિક તંત્રમાં પણ ચહલપહલ જોવા મળી છે.


Related Posts

Load more