ગુજરાતની મુલાકાતે આવ્યા અરવિંદ કેજરીવાલ, આવતીકાલે ખેડૂત સંમેલનમાં લેશે ભાગ

By: Krunal Bhavsar
06 Sep, 2025

તારીખ 6/09/2025

Rajkot : આમ આદમી પાર્ટીનાં (AAP) રાષ્ટ્રીય કન્વીનર તેમજ દિલ્હીનાં પૂર્વ મુખ્યમંત્રી ‘અરવિંદ કેજરીવાલ’ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. રાજકોટ એરપોર્ટ પર પાર્ટીનાં કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દરમિયાન, વોટ ચોરી , ખેડૂત અને ઉદ્યોગોને લઈને કેજરીવાલે ભા.જ.પા (BJP) સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, વોટ ચોરી ખૂબ ખોટી વસ્તું છે, સાચો મુદ્દો ઊઠાવવામાં આવી રહ્યો છે. આવતીકાલે તેઓ ચોટીલામાં યોજાનાર ખેડૂત મહા સંમેલનમાં ભાગ લેશે.

અરવિંદ કેજરીવાલ નાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર!

આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. આજે ગુજરાત પહોંચતા રાજકોટ એરપોર્ટ પર પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ યોજાયેલ જાહેર સભામાં તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ચોરી છુપે દેશનાં કપાસનાં ખેડૂતો સાથે મોટો વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. અમેરિકાનાં કપાસ પર 11% ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે, આ નિર્ણય કપાસનાં ખેડૂતોને આત્મહત્યા કરવા મજબૂર કરી દેશે.

“વોટ ચોરી ખૂબ ખોટી વસ્તું, સાચો મુદ્દો ઊઠાવવામાં આવ્યો”

અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે, સુરતનાં હીરા ઉદ્યોગ પર મંદીનાં વાદળ ઘેરાયા છે. ‘વોટ ચોરી’ મુદ્દે તેમણે કહ્યું કે, વોટ ચોરી ખૂબ ખોટી વસ્તું છે અને આ સાચો મુદ્દો ઊઠાવવામાં આવી રહ્યો છે. બી.જે.પી ને લાગે છે કે હવે તે જીતી નહીં શકે એટલે હવે તેઓ વોટ ચોરી કરીને જીતવા માંગે છે. સભામાં આપ નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા , ઈસુદાન ગઢવી સહિતનાં નેતાઓ પણ હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે, આવતીકાલે અરવિંદ કેજરીવાલ ચોટીલા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજનારા ખેડૂત સંમેલનમાં ભાગ લેશે.


Related Posts

Load more