ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી 2 ટેસ્ટ સીરિઝની પહેલી મેચ ચેન્નાઈ ખાતે યોજાશે. ભારતીય ટીમ લાંબા વિરામ બાદ મેદાનમાં ઉતરશે. ક્રિકેટ ચાહકો પણ મેચને લઈને ઉત્સાહિત છે, કારણ કે લગભગ 1 મહિના બાદ ભારતીય ટીમ કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમશે. ત્યારે હવે ચેન્નાઈના હવામાનને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.
પહેલી ટેસ્ટ મેચ 19થી 23 સપ્ટેમ્બર સુધી ચેન્નાઈના ચેપોક સ્ટેડીયમમાં રમાશે. મળતી માહિતી અનુસાર ટેસ્ટ મેચના પહેલા દિવસે વરસાદ બાધા બની શકે છે. પહેલા દિવસે વરસાદ પડવાની 46 ટકા સંભાવના છે. જે ચાહકોને ક્રિકેટ માણવાની ઈચ્છા પર પાણી ફેરવી શકે છે. પહેલા દિવસે ચેન્નાઈનું તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે. આ સિવાય બાકીના દિવસોમાં પૂરી ટેસ્ટ મેચ દરમિયાન હવામાન કેવું રહેવાની સંભાવના છે. ચાલો જાણીએ………
પહેલા દિવસનું હવામાન: 19 સપ્ટેમ્બરે એટલે કે આવતી કાલે ટેસ્ટના પહેલા દિવસે 46 ટકા વરસાદ પડવાની સંભાવના છે.
ત્રીજા દિવસનું હવામાન: ત્રીજા દિવસે પણ વરસાદ પડી શકે છે. પરંતુ આ દિવસે વરસાદની સંભાવના ઓછી 25 ટકા છે.
ચોથા દિવસનું હવામાન: ચોથા દિવસે નહિવત 13 ટકા વરસાદ પડવાની સંભાવના છે.
પાંચમાં દિવસનું હવામાન: પાંચમાં અને છેલ્લા દિવસે 21 ટકા વરસાદ પડવાની સંભાવના છે.
ચેન્નાઈના ચેપોક સ્ટેડીયમમાં ભારતીય ટીમ કુલ 35 ટેસ્ટ મેચ રમી ચૂકી છે. જેમાં ભારતને 15 મેચમાં જીતી અને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જયારે 11 મેચ ડ્રો રહી હતી. છેલ્લે ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે 2021માં ટેસ્ટ રમી હતી.
પહેલી ટેસ્ટ માટે બાંગ્લાદેશ સામેની ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કે.એલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટ કીપર), ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ અને યશ દયાલ.
પહેલી ટેસ્ટ માટે ભારત સામેની બાંગ્લાદેશની ટીમ
નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મહમુદુલ હસન જોય, ઝાકિર હસન, શાદમાન ઈસ્લામ, મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ, મેહદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, નઈમ હસન, નાહીદ રાણા, હસન મહમૂદ, તસ્કીન અહમદ, સૈયદ ખાલિદ અહેમદ અને ઝેકર અલી અનિક.