Rahul Gandhi: ભરૂચમાં નોકરીના ઈન્ટરવ્યુ દરમિયાન લોકોમાં નાસભાગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઈન્ટરવ્યુ સેન્ટર પર યુવાનોની ભીડ પહોંચી ગઈ છે. ભીડના દબાણને કારણે રેલિંગ તૂટી ગઈ હતી. રેલિંગ તૂટી જતાં કેટલાક લોકો નીચે પડી ગયા હતા. આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી છે.
X પર વિડિયો શેર કરતા રાહુલ ગાંધીએ પોસ્ટમાં લખ્યું, “બેરોજગારીની બિમારી’ ભારતમાં મહામારીનું રૂપ ધારણ કરી ચુકી છે અને ભાજપ શાસિત રાજ્યો આ રોગનું ‘એપીસેન્ટર’ બની ગયા છે.એક સામાન્ય નોકરી માટે લાઈનમાં ધક્કા ખાતું ‘ભારતનું ભવિષ્ય’ જ નરેન્દ્ર મોદીના ‘અમૃતકાલ’ની વાસ્તવિકતા છે.”
અખિલેશ યાદવે પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું
આ છે ખોટા વિકાસના ગુજરાત મોડલનું સત્ય… દસ-વીસ હજાર રૂપિયામાં અમુક ખાલી જગ્યાઓ માટે હજારોનો જમાવડો. ભાજપે પોતાની નીતિઓને કારણે દેશભરના યુવાનોને બેરોજગારીના મહાસાગરમાં ધકેલી દીધા છે. આ એવા યુવાનો છે જેઓ ભાજપ સરકારને હટાવીને તેમના ભવિષ્યનો માર્ગ મોકળો કરશે કારણ કે જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી કોઈ આશા નથી.
લોકોમાં નાસભાગ મચી
એક અધિકારીએ માહિતી આપી હતી કે, ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં 40 ખાલી જગ્યાઓ માટે એક ફર્મ દ્વારા આયોજિત વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે લગભગ 1000 લોકો હાજર થયા હતા. લોકોની ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. જે હોટલમાં ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો તેના એન્ટ્રી ગેટ પર લોકોની ભારે ભીડ હતી. લોકો વચ્ચે ધક્કામુક્કી થતાં કેટલાક ઉમેદવારો ઘાયલ પણ થયા હતા. હવે આ વાયરલ વીડિયોને લઈને ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. એક તરફ કોંગ્રેસે બીજેપી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે તો બીજી તરફ બીજેપી કોંગ્રેસ પર ખોટી માહિતી ફેલાવી રહી હોવાનો આરોપ લગાવી રહી છે.
રોજગાર અધિકારીએ શું કહ્યું?
અંકલેશ્વરમાં થર્મેક્સ લિમિટેડ કંપનીની રિક્રુટમેન્ટ ડ્રાઇવમાં ભીડભાડ બાબતનો વીડિયો વાયરલ થયા બાદ રોજગાર અધિકારીની પ્રતિક્રિયા સામે આવી છે. રોજગાર અધિકારીનું કહેવું છે કે, જગ્યાની ભરતી માટે કંપનીએ સાત જુલાઈએ દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપી હતી. 500થી વધુ ઉમેદવારો એક જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેવાના હોય ત્યારે તે માટે ખૂબ જ નાની જગ્યા પસંદ કરવામાં આવી હતી. સાથે જ કંપનીએ આ જગ્યાની ભરતી માટે રોજગાર કચેરીને પણ જાણ કરી ન હતી અને અનુભવી ઉમેદવારોની ભરતીનું આયોજન કરેલ હોવાથી રોજગારીની સ્થિતિમાં કોઇ અસર થાય તેમ ન હતું. જો કે પોલીસ બંદોબસ્ત કે સિક્યુરિટી સહિતની વ્યવસ્થા ન હોવાનો અધિકારીએ દાવો કર્યો છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપરાંત સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ એક્સ હેન્ડલ પર આ વીડિયો પોસ્ટ કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. અખિલેશ યાદવે લખ્યું હતું,