પેપર લીક સિસ્ટમની નિષ્ફળતા છે, હવે યુવાનો ગર્જના કરશે!, રાહુલ ગાંધીની દેશવ્યાપી આંદોલનની જાહેરાત

By: Nation Gujarat Team
16 Jun, 2026

Rahul Gandhi Slams Government Over Paper Leaks: કોટામાં યોજાનારા પોતાના પ્રથમ વિદ્યાર્થી સંમેલન અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ શેર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દેશમાં દરેક પેપર લીક થવું કે પરીક્ષા રદ થવી એ માત્ર સિસ્ટમની નિષ્ફળતા નથી, પરંતુ દેશના લાખો યુવાનોના સપના પર મોટો પ્રહાર છે. તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, ‘આજે દેશમાં વિદ્યાર્થીઓને તેમની સખત મહેનતનું ફળ નથી મળી રહ્યું, પરંતુ સપના જોવાની હિંમત કરવા બદલ સજા મળી રહી છે. તેઓ દેશના યુવાનો સાથે મજબૂતીથી ઉભા છે અને તેમને પોતાના ભવિષ્ય માટે લડવા અપીલ કરી છે.’


Related Posts

Load more