PSI અને લોકરક્ષક ભરતી બોર્ડનો ચાર્જ હસમુખ પટેલ અને પી.વી. રાઠોડને સોંપાયો

By: nationgujarat
18 Aug, 2023

ગુજરાતમાં PSI અને લોકરક્ષક ભરતી બોર્ડનો ચાર્જ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલ અને પોલીસ ભરતી બોર્ડમાં નાયબ પોલીસ મહાનિદેશક પી.વી. રાઠોડને સોંપાયો છે. અગાઉ PSI ભરતી બોર્ડ અને લોકરક્ષક ભરતી બોર્ડ અલગ હતા હવે એક જ બોર્ડ ભરતી કરશે.

પી.વી. રાઠોડને પણ વધારાની જવાબદારી
PSI અને લોકરક્ષક ભરતી માટે ગૃહ વિભાગે બનાવેલા અલગ ભરતી બોર્ડનો ચાર્જ પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલને સોંપ્યો છે. પોલીસ ભરતી બોર્ડમાં નાયબ પોલીસ મહાનિર્દેશક પી.વી. રાઠોડને પણ જવાબદારીનો ચાર્જ સોંપાયો છે. આ બંને આઇપીએસ અધિકારીઓ પોલીસ ભરતી બોર્ડમાં નવી નિમણૂક ન થાય ત્યાં સુધી જવાબદારી સંભાળશે. પી.વી રાઠોડ હાલમાં સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવી રહ્યા છે. જેમને હવે નવી જવાબદારી સોંપાઈ છે.

9 વર્ષમાં કોઈ ન કરી શક્યું તે હસમુખ પટેલે કરી બતાવ્યું
છેલ્લા 9 વર્ષમાં ચીફ ઓફિસર 2013, તલાટી 2014, મુખ્ય સેવિકા 2018, નાયબ ચિટનીશ 2018, પોલીસ લોકરક્ષક દળ 2018, ટેટ 2018, બિનસચિવાલય ક્લાર્ક 2019, ડીજીવીસીએલ વિદ્યુત સહાયક જુલાઈ 2021, સબ ઓડિટર ઓક્ટોબર 2021 અને હેડ ક્લાર્ક ડિસેમ્બર 2021ની પરીક્ષામાં પેપર ફૂટવાના બનાવ બની ચૂક્યા છે. એટલે કે 9 વર્ષમાં 10 ઘટનાઓ પેપર ફૂટવાની બની ચૂકી છે. પરિણામે ભરતીની તૈયારી કરતા લાખો ઉમેદવારો નિરાશ થઈ ગયા હતા. આ બધા વચ્ચે હસમુખ પટેલે પારદર્શક અને સ્પષ્ટ કામગીરીએ સરકારી નોકરીનું સપનું જોનારા અનેક ઉમેદવારોના ભવિષ્ય સાથે અન્યાય થતા બચાવી લીધો છે.


Related Posts

Load more