PM મોદીએ તિરુપતિ બાલાજી મંદિરમાં કરી પૂજા-અર્ચના

By: nationgujarat
27 Nov, 2023

તેલંગાણામાં અનેક જાહેર સભાઓને સંબોધિત કર્યા બાદ રવિવારે સાંજે તિરુપતિ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​સવારે તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર મંદિરમાં દર્શન કર્યા હતા. વડાપ્રધાને અહીં ધાર્મિક વિધિઓ સાથે પ્રાર્થના કરી હતી. તેમણે ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા હતા. પીએમ મોદીએ મંદિરમાં પૂજા પણ કરી હતી. જેની તસવીરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર એક્સ (ટ્વિટર) એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું, ‘140 કરોડ ભારતીયોની સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે ભગવાન વેંકટેશ્વરને પ્રાર્થના કરી.’

પીએમ મોદીનો રોડ શો સાંજે 4 વાગ્યે શરૂ થશે અને આરટીસી ક્રોસરોડ્સથી શરૂ થઇને કાચેગુડા ક્રોસરોડ્સ સુધી જશે. આ પહેલા મોદી મહેબુબાબાદમાં બપોરે 12 વાગ્યે અને કરીમનગરમાં 2 વાગ્યે જનસભાને સંબોધિત કરશે. ગત રવિવારે સાંજે પીએમ મોદી આંધ્રપ્રદેશના તિરુપતિ પહોંચ્યા હતા, જ્યાં રાજ્યપાલ એસ અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ તેમનું સ્વાગત કર્યું હતું.

પીએમ મોદી રોડ માર્ગે તિરુમાલા મંદિર પહોંચ્યા ત્યારે રસ્તામાં વિવિધ સ્થળોએ લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા અને ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ રસ્તાના કિનારે ઉભેલા લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું.

મંદિરમાં દર્શન કર્યા બાદ વડાપ્રધાન મોદી બપોરે 12:45 કલાકે મહબૂબાબાદમાં જાહેર સભામાં ભાગ લેશે. મહબૂબાબાદમાં સભા પછી તેઓ તેલંગણાના કરીમનગરમાં બીજી જાહેર સભાને સંબોધશે. આજે સાંજે 5 વાગ્યે વડાપ્રધાન મોદી હૈદરાબાદમાં રોડ શો કરશે. તિરુપતિ બાલાજી મંદિર ભારતના સૌથી ધનાઢ્ય અને પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં સ્થિત આ મંદિરના મુખ્ય દેવતા ભગવાન વેંકટેશ્વર સ્વામી છે, જેમને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે.


Related Posts

Load more