ઇરાન- અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધીની જે સ્થિતિ સર્જાઇ છે તેના કારણે વિશ્વના દેશોમાં તેલ અને ગેસના સ્ટોકની અછત વર્તાઇ રહી છે જેની અસર ભારતને પણ પડી છે. દેશભરમાં સર્જાયેલ ઇંઘણ અને એલપીજી ની અછત વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત પોરબંદરના બંદેર ખાતે ઇરાનથી રાંઘણ ગેસનો જથ્થો લઇ મોટુ જાહજ પહોંચ્યું છે. આ જહાજથી ગેસમાં થઇ રહેલ ખેચતાણની સમસ્યા હળવી થવાની મોટી આશા જાગી છે. ઇરાનથી 4 હજાર મેટ્રિક ટન જેટલો જથ્થો ભરીને સી-એમડી 23 નામનું આંતરરાષ્ટ્રીય જહાજ પોરબંદરના જેટી પર આવી પહોચ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની સ્થિતિ સર્જાતા સપ્લાય ચેન ખોરવાયો છે જેના લીધે દેશભરમાં જનતા ચિંતામાં મુકાઇ છે. જો કે આ સમાચાર મળતા હવે રાહતનો શ્વાસ લેશે. ગેસ કંપનીના અધિકારીઓ દ્વારા જહાજમાંથી જથ્થો ખાલી કરવા પુર પાટ ઝડપે કામ થઇ રહ્યુ છે. જથ્થો ખાલી થયા પછી જહાજ ઓમાન તરફ જશે.