સાહેબ મારી પુત્રવધૂ દારૂ પાર્ટી કરી રહી છે, સસરાએ પોલીસને ફોન કર્યો

By: nationgujarat
04 Aug, 2025

સુરતઃ ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે સુરતમાં દારૂ પાર્ટી ઝડપાઈ છે. સુરતના ડુમસમાં વીકેન્ડ એડ્રેસ હોટલના રૂમ નંબર 443માં દારૂની પાર્ટી ચાલી રહી હતી. અહીં પોલીસે દરોડા પાડી ચાર પુરૂષ અને બે મહિલાને ઝડપી છે. આ લોકો દારૂની પાર્ટી કરતા હતા. પરંતુ સૌથી ચોંકાવનારી વાત છે કે અહીં દારૂ પાર્ટી કરી રહેલી એક મહિલાના સસરાએ પોલીસને આ અંગે જાણ કરી હતી.

સસરાએ પોલીસને ફોન કરી કહ્યું- મારૂ પુત્રવધૂ દારૂ પાર્ટી કરી રહી છે
પ્રાપ્ત વિગત અનુસાર પોલીસ કંટ્રોલ રૂમમાં સસરાએ ફોન કરી કહ્યું- સાહેબ મારા પુત્રની પત્ની તેના મિત્રો સાથે દારૂ પાર્ટી કરી રહી છે. આ કોલ મળવાની સાથે સુરત પોલીસની ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચે છે. વીકેન્ડ એડ્રેસના રૂમ નંબર 443 પર રેડ પાડવામાં આવે છે. રૂમનો દરવાજો ખુલવાની સાથે અંદર ચાર પુરૂષ અને બે મહિલા દારૂ પાર્ટી કરી રહ્યા હતા. પોલીસે તમામની સ્થળ પર પૂછપરછ શરૂ કરી હતી.

પોલીસના દરોડા દરમિયાન મિત હિંમાશું વ્યાસ, સંકલ્પ અજય પટેલ, લોક ભાવેશ દેસાઈ અને સમકિત વિમાવાલા નામના ચાર પુરૂષો ઝડપાયા હતા. આ બધાના મોઢામાંથી દારૂની વાસ આવી રહી હતી. પોલીસે દારૂ પીવાની પરમીટ માંગી પરંતુ કોઈ વ્યક્તિ પાસેથી મળી નહીં.


Related Posts

Load more