PM Modi Diwali Celebration: વડાપ્રધાન મોદી છેલ્લા કેટલાક દિવસોમાં સતત બીજી વખત ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમના પ્રવાસના આજના બીજા દિવસે તેઓ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયાની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા. હવે વડાપ્રધાન મોદી કચ્છ પહોંચ્યા છે, જ્યાં તેઓ સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
પીએમ મોદી માટે આ મુલાકાત ખાસ છે, કારણ કે આ પહેલીવાર છે જ્યારે વડાપ્રધાન બન્યા બાદ તેઓ ગુજરાતમાં જવાનો સાથે દિવાળી ઉજવશે. અગાઉ પીએમ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે ગુજરાતના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. નોંધનીય છે કે વડાપ્રધાન મોદી વર્ષ 2023 હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું કે,’તમામ દેશવાસીઓને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રકાશના આ પવિત્ર તહેવાર પર હું દરેકને સ્વસ્થ, સુખી અને સમૃદ્ધ જીવનની શુભેચ્છા પાઠવું છું. માતા લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ મળે.
SUBSCRIBE NATIONGUJARAT ON YOUTUBE –
PM બન્યા પછી તમે દિવાળી ક્યાં ઉજવી?
•વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિયાચીનમાં તહેનાત સુરક્ષાદળો સાથે દિવાળી મનાવી હતી. તે પછીના વર્ષે તેમણે 1965ના યુદ્ધમાં ભારતીય સેનાની સિદ્ધિઓને માન આપવા પંજાબમાં ત્રણ યુદ્ધ સ્મારકોની મુલાકાત લીધી. 2016માં તેમણે હિમાચલ પ્રદેશની મુલાકાત લીધી અને ચીન સરહદ નજીક ITBP, ડોગરા સ્કાઉટ્સ અને આર્મીના જવાનોને મળ્યા.
•વર્ષ 2017માં પીએમ મોદીએ ઉત્તર કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં દિવાળીની ઉજવણી કરી હતી, જ્યારે 2018માં તેમણે ઉત્તરાખંડના હરસિલમાં સૈનિકોને ચોંકાવી દીધા હતા અને તેમની સાથે દિવાળીની ઉજવણી કરી હતી. 2019માં તેમણે જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં તહેનાત સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી અને 2020માં તેમણે લોંગેવાલા બોર્ડર પોસ્ટની મુલાકાત લીધી અને સૈનિકોને મળ્યા હતા.
•વર્ષ 2021માં વડાપ્રધાન મોદીએ જમ્મુ અને કાશ્મીરના નૌશેરામાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. ગત વર્ષે તેમણે કારગીલમાં તૈનાત સૈનિકો સાથે દિવાળીનો તહેવાર મનાવ્યો હતો.