PM કિસાનના 14મા હપ્તાની તારીખ જાહેર

By: nationgujarat
17 Jul, 2023

આ મહિને કરોડો ખેડૂતોના ખાતામાં PM કિસાન યોજનાનો 14મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે. સરકાર દ્વારા 14માં હપ્તાની તારીખ નક્કી કરવામાં આવી છે. 28 જુલાઈએ દેશના લગભગ 9 કરોડ ખેડૂતોના ખાતામાં 2 હજારની રકમ મોકલવામાં આવશે.પીએમ મોદી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા 18 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન હેઠળ સરકાર તમામ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે. સરકાર તેને ત્રણ હપ્તામાં આપે છે. આ પૈસા સીધા ડીબીટી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.


Related Posts

Load more