Patan : પાટણ જિલ્લાના ચાણસ્મા (Chanasma) તાલુકાના ઝીલિયા ગામે પોલીસ પર થયેલ હુમલા મામલે મોટા સમાચાર આવ્યા છે. પોલીસે હુમલો કરનારાઓની સરભરા કરી છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા બે દિવસ પહેલા રાત્રિ દરમિયાન પોલીસ વાહનમાં તોડફોડ કરવામાં આવી હતી અને હિંસક હુમલો પણ કર્યો હતો. રામાપીરના મંદિર (Ramapir Temple) ના ફાળા બાબતે વિવાદમાં લાકડી અને ધોકા સાથે ટોળું તૂટી પડ્યું હતું. હુમલાખોરોએ પોલીસની 112 વાન પર પણ હુમલો કર્યો હતો. પોલીસે (Chanasma Police) જાહેરમાં આરોપીઓને બરોબરનો કાયદાનો પાઠ ભણાવ્યો છે. આ મામલે ગઈકાલે PI સહિત 8 પોલીસ કર્મચારી અને 5 GRD જવાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
પાટણ જિલ્લાના ચાણસ્મા (Chanasma) તાલુકાના ઝીલિયા ગામે બે દિવસ પહેલા રાત્રિ દરમિયાન રામાપીરના મંદિર (Ramapir Temple) ના ફાળા બાબતે વિવાદમાં લાકડી અને ધોકા સાથે અસામાજિક તત્ત્વોનું ટોળું તૂટી પડ્યું હતું. દરમિયાન, પોલીસે પહોંચતા ટોળાએ પોલીસની 112 વાન પર પણ હિંસક હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો. આ મામલે પાટણ પોલીસે (Patan Police) ત્વરિત કાર્યવાહી હુમલો કરનારાઓની ધરપકડ કરી હતી.
આજે સરાજાહેરમાં પોલીસ દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને સરભરા કરી કાયદાનો પાઠ ભણાવ્યો છે. દરમિયાન, મોટી સંખ્યામાં સ્થાનિકો લોકો પણ ઉમટી પડ્યા હતા. રાત્રિ દરમિયાન આતંક માચવવા અને પોલીસ પર હુમલા મામલે ચાણસ્મા પોલીસ (Chanasma Police) મથકે બે ફરિયાદો નોંધાઈ હતી. પોલીસે પોતે ફરિયાદી બની ગુનેગારો સામે કાર્યવાહી કરી છે. અન્ય ફરિયાદમાં 15 થી 20 શખ્સોના ટોળાનો ઉલ્લેખ હતો. માહિતી અનુસાર, ભાવેશ રબારી નામના શખ્સના ઘર પર ટોળાએ ભારે આતંક મચાવ્યો હતો. આ ઘટના સંદર્ભે ગઈકાલે PI સહિત આઠ પોલીસ કર્મચારી અને 5 GRD જવાન સસ્પેન્ડ કરાયા હતા.