Pat cummins: કમિન્સે ફરી હેટ્રિક લઈને ઈતિહાસ રચ્યો, T20 વર્લ્ડ કપમાં આવું કરનાર એકમાત્ર બોલર.

By: nationgujarat
23 Jun, 2024

T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 148 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના બોલર પેટ કમિન્સે મેચમાં શાનદાર બોલિંગ કરી અને હેટ્રિક લઈને ઈતિહાસ રચ્યો.

અફઘાનિસ્તાન સામેની મેચમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સે બોલિંગ કરતા 4 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેણે 18મી ઓવરના છેલ્લા બોલ પર રાશિદ ખાનને આઉટ કર્યો હતો. આ પછી, જ્યારે તે 20મી ઓવર નાખવા આવ્યો ત્યારે તેણે પ્રથમ બોલ પર કરીમ જનાત અને બીજા બોલ પર ગુલબદ્દીન નાયબની વિકેટ લીધી. આ રીતે તેણે પોતાની હેટ્રિક પૂરી કરી. હાલમાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપની છેલ્લી મેચમાં પેટ કમિન્સે બાંગ્લાદેશ સામે હેટ્રિક હાંસલ કરી હતી. તે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં બે હેટ્રિક લેનારો પ્રથમ બોલર બની ગયો છે. તેમના પહેલા આવુ કોઈ કરી શક્યુ નથી. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં અત્યાર સુધીમાં કુલ 7 બોલરો હેટ્રિક લઈ ચૂક્યા છે.

T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં જે ખેલાડીઓએ હેટ્રિક લીધી છે
બ્રેટ લી – વિ બાંગ્લાદેશ (2007)

કુર્ટિસ કેમ્ફર – વિ નેધરલેન્ડ્સ (2021)

વાનિન્દુ હસરંગા – વિ દક્ષિણ આફ્રિકા (2021)

કાગીસો રબાડા – વિ. ઈંગ્લેન્ડ (2021)

કાર્તિક મયપ્પન – વિ શ્રીલંકા (2022)

જોશુઆ લિટલ – વિ ન્યુઝીલેન્ડ (2022)

પેટ કમિન્સ – વિ બાંગ્લાદેશ (2024)

પેટ કમિન્સ – વિ અફઘાનિસ્તાન (2024)

ટી-20માં આટલી વિકેટ લીધી છે
પેટ કમિન્સ T20 ઇન્ટરનેશનલમાં હેટ્રિક લેનારો ઓસ્ટ્રેલિયાનો પાંચમો બોલર છે. તેના પહેલા બ્રેટ લી, એશ્ટન અગર, નાથન એલિસ T20 ઈન્ટરનેશનલમાં હેટ્રિક લઈ ચૂક્યા છે. કમિન્સે 2011માં ઓસ્ટ્રેલિયા તરફથી T20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલિંગમાં મહત્વની કડી રહ્યો છે. તેણે પોતાના દમ પર ઓસ્ટ્રેલિયન ટીમ માટે ઘણી મેચો જીતી છે. કમિન્સે અત્યાર સુધી 56 T20I મેચમાં 66 વિકેટ લીધી છે.


Related Posts

Load more