Parivartini Ekadashi 2026: હિન્દુ ધર્મ અનુસાર એકાદશીની તિથિ વિશેષ હોય છે. દરેક માસમાં 2 એકાદશી આવે છે. દરેક એકાદશીનું અલગ અલગ ધાર્મિક મહત્વ હોય છે. તેવી જ રીતે ભાદરવા મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું પણ વિશેષ મહત્વ છે. ભાદરવા મહિનાની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. પરિવર્તિની એકાદશી એટલા માટે વિશેષ છે કે યોગ નિંદ્રામાં પોઢેલા ભગવાન વિષ્ણુ આ એકાદશીના દિવસે પડખું બધે છે. આ વર્ષે પરિવર્તનની એકાદશીનું વ્રત કઈ તારીખે કરવું તેને લઈને લોકોમાં મૂંઝવણ છે. તો ચાલો તમને જણાવીએ આ વર્ષે પરિવર્તનની એકાદશીનું મહત્વ શું છે અને આ વ્રત કઈ તારીખે કરવું ?
પરિવર્તની એકાદશીનું મહત્વ
ધાર્મિક માન્યતા અનુસાર પરિવર્તનની એકાદશીના દિવસે યોગ નિંદ્રામાં પોઢેલા ભગવાન વિષ્ણુ પડખું બદલે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરી વ્રત કરવાથી જાણે અજાણે કરેલા પાપનો નાશ થઈ જાય છે. પરિવર્તિની એકાદશીનું વ્રત વિદ્યા, બુદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે શુભ ગણાય છે. પરિવર્તનની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજાનું વિધાન પણ છે આ એકાદશીને વામન એકાદશી પણ કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુએ વામન રૂપ લઈ આ દિવસે દાનવીર રાજા બલીની પરીક્ષા કરી હતી અને પોતાના ત્રણ ડગલામાં ત્રણ લોક માપી લીધા હતા સાથે જ બલિરાજા નો ઉદ્ધાર કર્યો હતો.
પરિવર્તની એકાદશી 2026 ની તારીખ
પુણ્ય ફળ આપતી પરિવર્તિની એકાદશીનું વ્રત આ વર્ષે 22 સપ્ટેમ્બર અને મંગળવારે રાખવામાં આવશે. પંચાંગ અનુસાર એકાદશી ની તિથિ 21 સપ્ટેમ્બરે રાત્રે 8:00 કલાકે શરૂ થશે. એકાદશી નું સમાપન 22 ઓગસ્ટે રાત્રે 9.43 મિનિટ થશે. કોઈપણ વ્રત ઉદયા તિથિ અનુસાર રાખવાનું હોય છે જેને ધ્યાનમાં રાખીને પરિવર્તિની એકાદશીનું વ્રત 22 સપ્ટેમ્બરે રાખવામાં આવશે. એકાદશીના વ્રતના પારણા 23 સપ્ટેમ્બરે સવારે કરી શકાશે.
એકાદશીની પૂજાની વિધિ
એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા જાગી જવું અને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરવા. ત્યારબાદ હાથમાં પાણી, ચોખા અને ફૂલ લઈને ભગવાન વિષ્ણુ સામે વ્રત કરવાનો સંકલ્પ કરવો. ઘરના મંદિરની સફાઈ કરવી અને લાકડાના બાજોઠ પર પીળું કપડું પાથરી ભગવાન વિષ્ણુની પ્રતિમા કે ફોટો તેના પર સ્થાપિત કરો. શ્રી હરિ અને ગણેશજીની પૂજા કરો અને તેમની સામે દેશી ઘી નો દીવો કરો. ભગવાન વિષ્ણુને તુલસી દલ, જનોઈ અને પીળા ફૂલ અર્પણ કરો. જ્યારે ગણપતિજીને દુર્વા અને મોદક અર્પણ કરો. પૂજા પછી ભગવાનની આરતી કરો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. NATIONGUJARAT.COM તેની પુષ્ટિ કરતું નથી.)