ફરી દરિયામાંથી 3000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મોટું ઓપરેશન, લક્ષદ્વીપ સુધી નેટવર્કનો પર્દાફાશ

By: Nation Gujarat Team
30 Sep, 2026

Gujarat ATS: અરબી સમુદ્રમાં ભારતીય તટરક્ષક દળે ડ્રગ્સ સામે મોટું અભિયાન હાથ ધર્યું છે. ગુજરાત ATS સાથે મળીને ચલાવવામાં આવેલ આ ઓપરેશનમાં આશરે 526 કિલો હાઈ-ગ્રેડ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 3000 કરોડ રૂપિયાથી વધુ છે. આ કાર્યવાહી દરમિયાન એક શંકાસ્પદ ઈરાની બોટ ‘ધો’ ને રોકવામાં આવી હતી અને તેના પર સવાર પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય તટરક્ષક દળ અને ગુજરાત એટીએસને સમુદ્રના માર્ગે ડ્રગ્સના આ જથ્થાની દાણચોરીની ગુપ્ત માહિતી મળી હતી. ત્યારબાદ સમુદ્ર અને હવાઈ માર્ગે દેખરેખ શરૂ કરવામાં આવી હતી. શંકાસ્પદ જહાજ પર સતત નજર રાખવામાં આવી અને તેની ગતિવિધિઓને ટ્રેક કરવામાં આવી હતી.

પાક્કી માહિતી મળ્યા બાદ ભારતીય તટરક્ષક દળે આ બોટનો પીછો કર્યો અને આખરે જહાજને રોકીને તેના પર સવાર પાકિસ્તાની નાગરિકોની તપાસ શરૂ કરી હતી.. તપાસ દરમિયાન અંદાજે 526 કિલો પ્રતિબંધિત નશીલા પદાર્થો મળી આવ્યા હતા. જેમાં હેરોઈન અને મેથામફેટામાઈન સામેલ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત 3000 કરોડ રૂપિયાથી વધુ હોવાની માહિતી છે. આ ઈરાની બોટ તેના ક્રૂ મેમ્બર્સ અને જપ્ત કરાયેલ ડ્રગ્સને પોતાની સુરક્ષા હેઠળ મુંબઈ લવાયા છે. અહીં સંયુક્ત પૂછપરછ કરવામાં આવશે અને અનેક એજન્સીઓ મળીને આગળની કાનૂની કાર્યવાહી કરશે.

સુરક્ષા દળોને બોટમાંથી રૂ. 3000 કરોડથી વધુની કિંમતનો 526 કિલોનો જથ્થો ઝડપ્યો
આ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોને બોટમાંથી રૂ. 3000 કરોડથી વધુની કિંમતનો 526 કિલો ઉચ્ચ ગુણવત્તાવાળો હેરોઈન અને મેથમફેટામાઈનનો જથ્થો મળી આવ્યો હતો, જેને તાત્કાલિક ધોરણે જપ્ત કરી લેવાયો છે. આ સાથે જ બોટમાં સવાર પાકિસ્તાનના ૫ નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર કામગીરી પૂર્ણ થયા બાદ જપ્ત કરાયેલી બોટ અને આરોપી પાકિસ્તાની ક્રૂ મેમ્બર્સને આગળની તપાસ અને વિધિવત કાર્યવાહી માટે મુંબઈ લાવવામાં આવ્યા છે.

સફળ ઓપરેશન બાદ ભારતીય તટરક્ષક દળે સ્પષ્ટતા
અત્યારે વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા ઝડપાયેલા તમામ આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમની સામે કાનૂની કાર્યવાહી પ્રક્રિયા હેઠળ છે. આ સફળ ઓપરેશન બાદ ભારતીય તટરક્ષક દળે સ્પષ્ટ કર્યું છે કે તેઓ દેશની દરિયાઈ સીમાઓની સુરક્ષા માટે પૂર્ણપણે કટિબદ્ધ છે. ‘નશા મુક્ત ભારત’ના સંકલ્પ સાથે નશીલા પદાર્થોની તસ્કરી કરતા આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ્સને નેસ્તનાબૂદ કરવા માટે આવી જ રીતે કડક કામગીરી સતત ચાલુ રહેશે.


Related Posts

Load more