એશિયા કપ 2023ની શરૂઆત રેકોર્ડ જીત સાથે શાનદાર રીતે થઈ. આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ નેપાળ અને પાકિસ્તાન વચ્ચે મુલતાનમાં રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમ અને ઈફ્તિખાર અહેમદે શાનદાર સદી ફટકારી હતી. તેના આધારે પાકિસ્તાનની ટીમે 238 રનના માર્જિનથી રેકોર્ડ જીત નોંધાવી હતી.
આ પહેલા ટોસ જીતીને બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 342 રન બનાવ્યા હતા. કેપ્ટન બાબર આઝમે 131 બોલમાં 14 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 151 રન બનાવ્યા હતા. ઈફ્તિખાર અહેમદ 109 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 71 બોલની ઈનિંગમાં 11 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. બાબર અને ઈફ્તિખારે પાંચમી વિકેટ માટે 214 રનની ભાગીદારી નોંધાવી હતી. મોહમ્મદ રિઝવાને 50 બોલમાં 44 રનનું યોગદાન આપ્યું હતું અને તે રનઆઉટ થયો હતો. તેના સિવાય ઈમામ-ઉલ-હક (14 બોલમાં 5) પણ રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. નેપાળ તરફથી સોમપાલ કામીએ બે જ્યારે કરણ કેસી અને સંદીપ લામિછાનેએ એક-એક વિકેટ લીધી હતી. પાકિસ્તાન અને નેપાળ પહેલીવાર ODI ફોર્મેટમાં ટકરાશે. નેપાળની કમાન રોહિત પૌડેલના હાથમાં છે. નેપાળની ટીમ પ્રથમ વખત એશિયા કપમાં રમી રહી છે.